હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઉતર્યા ફિલ્મ સ્ટાર-ક્રિકેટર, ઉમેદવારોને થશે ફાયદો ?

|

Oct 03, 2024 | 2:29 PM

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ઘણા દિગ્ગજ નેતાઓ બહાર આવ્યા છે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગથી લઈને અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સુધીના સ્ટાર તેમના ઉમેદવારો માટે વોટ માગી રહ્યાં છે. હરિયાણા વિધાનસભાની 90 બેઠક પર, આગામી 5 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 8મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઉતર્યા ફિલ્મ સ્ટાર-ક્રિકેટર, ઉમેદવારોને થશે ફાયદો ?

Follow us on

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર આજે એટલે કે ગુરુવારે બંધ થઈ જશે. 5 ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. દર વખતની જેમ આ વખતે પણ દિલ્હીને અડીને આવેલા આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ખાસ છે. અહીં ક્રિકેટરોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી બધા નેતાઓ માટે પ્રચાર કરવા લોકોની વચ્ચે આવ્યા હતા. આ યાદીમાં દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગ અને અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું નામ પણ સામેલ છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીને મત માંગવા પહોંચ્યા હતા. અનિરુદ્ધ તોશામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સેહવાગે કહ્યું કે હું તેને (અનિરુધ ચૌધરીને) મારા મોટા ભાઈ માનું છું અને તેના પિતા રણબીર સિંહ મહેન્દ્રએ મને ઘણો સપોર્ટ કર્યો હતો. રણવીર સિંહ બીસીસીઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે. સેહવાગે કહ્યું, હું તોશામના લોકોને અનિરુદ્ધ ચૌધરીને જીતાડવાની અપીલ કરું છું.

અનિરુદ્ધ ચૌધરી હરિયાણાના ચાર વખતના મુખ્યમંત્રી બંસીલાલના પૌત્ર છે. તેમની પિતરાઈ બહેન 48 વર્ષીય શ્રુતિ ચૌધરી ભાજપના ઉમેદવાર છે. તે બંસીલાલના નાના પુત્ર સુરેન્દ્રસિંહની પુત્રી છે.

ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો

ચિત્રાંગદા સિંહ અપક્ષ સાથે

ચિત્રાંગદા સિંહ પણ હરિયાણાની લડાઈમાં ઉતરી હતી. તે અંબાલા કેન્ટમાં અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરા માટે મત માંગવા આવી હતી. ચિત્રા સરવરા ભૂતપૂર્વ વોલીબોલ ખેલાડી છે. ચિત્રા સરવરાએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં અનિલ વિજને ટક્કર આપી હતી. તેણે ફરી એકવાર 2024ની ચૂંટણી લડી છે. ચિત્રાને ચિત્રાંગદા સિંહે સપોર્ટ કર્યો છે. ચિત્રાંગદાએ અંબાલા કેન્ટના લોકોને ચિત્રાને જીતાડવાની અપીલ કરી હતી.

ચિત્રા સરવરાના વખાણ કરતાં ચિત્રાંગદા સિંહે કહ્યું કે, તે ચિત્રાને વર્ષોથી પરિવારના સભ્ય તરીકે અને અન્ય રીતે ઓળખે છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં ઘણી મહેનત કરી છે.

કરનાલમાં રવિ કિશને કર્યો પ્રચાર

બીજેપી સાંસદ અને અભિનેતા રવિ કિશને કરનાલમાં પાર્ટી માટે વોટ માંગ્યા. તેમણે કહ્યું કે અહીં ભાજપ સરકાર બનાવી રહી છે. લોકોના ચહેરા કહી રહ્યા છે, વાતાવરણ એકદમ અદ્ભુત છે. દરેક લાડલી બહેનને દર મહિને 21,00 રૂપિયા મળશે. અગ્નિવીરને સરકારી નોકરી મળશે…તેમને સુરક્ષા મળશે, વ્યવસ્થા મળશે.

સૈની માટે હેમા માલિનીનો પ્રચાર

આ વખતે ચૂંટણીમાં હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંહ સૈનીની વિશ્વસનીયતા દાવ પર છે. ભાજપ પોતાના બળ પર ચૂંટણી લડી રહી છે. સૈની માટે બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિનીએ પણ પ્રચાર કર્યો હતો. સૈની લાડવાથી ચૂંટણી લડી રહ્યા છે અને અહીં ગઈકાલ બુધવારે હેમા માલિનીએ પ્રચાર કર્યો હતો.

Next Article