લો બોલો, ફેસબુક-ઇન્સ્ટાગ્રામે સરકારની “Fact Check” ની જ પોસ્ટ હટાવી દીધી હતી, જાણો શું છે સમગ્ર વિવાદ

|

Jun 05, 2021 | 2:04 PM

સોશિયલ મીડિયામાં વેક્સિન અંગે ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા હતા. જે બાદ પીઆઈબીની ફેક્ટ ચેક પોસ્ટને જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા એક દિવસ પછી કોઈ સ્પષ્ટતા કર્યા વિના હટાવવામાં આવી હતી.

લો બોલો, ફેસબુક-ઇન્સ્ટાગ્રામે સરકારની Fact Check ની જ પોસ્ટ હટાવી દીધી હતી, જાણો શું છે સમગ્ર વિવાદ
રચનાત્મક તસ્વીર

Follow us on

કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે ઘર્ષણ ચાલુ જ છે અને સમય સાથે વિવાદ વધી રહ્યો છે. આ બાબતે વિવાદ ત્યારે વધ્યો જાયરે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સરકાર દ્વારા પોસ્ટ કરાયેલ ખંડનને હટાવી દેવાયું. જી હા સરકાર દ્વારા કરવામાં આવેલા ફેકટ ચેકને પ્લેટફોર્મ દ્વારા હટાવી દેવાયા હતા.

વાત જાણે એમ છે કે આ પોસ્ટમાં સરકારે સોશિયલ મીદ્યામાં ફરી રહેલા એક દાવાને નકારી કાઢ્યો હતો. એ દાવામાં કોરોના રસીના કારણે મૃત્યુ થવાની વાતનો ઉલ્લેખ હતો. જો કે સરકારના વિરોધ પછી બંને પ્લેટફોર્મ સરકારની આ પોસ્ટ ફરી કાર્યરત કરાઈ છે.

શું છે સમગ્ર ઘટના?

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સરકારના PIB ફેકટ ચેકના એકાઉન્ટ પરથી 25 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં સોશિયલ મીડીયાની પોસ્ટના એ દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો, જેમાં ફ્રેન્ચ નોબેલ પુરસ્કાર વિજેતા લુક મોન્ટાનીઅરે કહ્યું હતું કે, જેમને કોરોના વેક્સિન મળી છે તે બે વર્ષમાં મરી જશે. આ પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી હતી.

પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે વ્યક્તિએ કોરોના વેક્સિન લીધી છે તે આગામી બે વર્ષમાં મૃત્યુ પામશે. આ તસ્વીરના ફેકટ ચેકમાં કહેવામાં આવ્યું હતું કે આ દાવો ખોટો છે. કોરોના વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. અને આ મેસેજને નજરઅંદાજ કરવી જરૂરી છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સરકારના દાવાને હટાવી દેવાયો

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર પીઆઈબીની આ ફેક્ટ ચેક પોસ્ટને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા એક દિવસ પછી કોઈ સ્પષ્ટતા કર્યા વિના હટાવવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે ફેસબુકે પીઆઈબીના પેજને પણ આ બાબતમાં ‘ફેક સમાચાર’ ન ફેલાવવા ચેતવણી આપી હતી. જ્યારે પીઆઈબીના અધિકારીઓએ આ મામલે આઇટી મંત્રાલયનો સંપર્ક કર્યો ત્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના અધિકારીઓને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો.

તેઓને હકીકત તપાસ તેમજ પારદર્શિતાના અભાવ વિશે જણાવાયું હતું. આ પછી આ પોસ્ટ બંને પ્લેટફોર્મ પર ફરીથી સ્ટોર કરવામાં આવી હતી. ફેસબુકના પ્રવક્તાએ આ મામલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે ભૂલથી પોસ્ટને થોડા સમય માટે અવરોધિત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પુન:સ્થાપિત કરવામાં પણ આવી છે.

 

આ પણ વાંચો: જ્યાં નેટ નથી ત્યાં પણ પહોંચશે શિક્ષણ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની બાળકોના શિક્ષણ માટેની યોજના

આ પણ વાંચો: પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો? ક્યારેય વિચાર્યો નહીં હોય આવો મહાપ્રલય

Next Article