President Election 2022: ફારુક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી, કહ્યું ‘જમ્મુ-કાશ્મીરને અત્યારે મારી જરૂર’

|

Jun 18, 2022 | 6:58 PM

ફારુક અબ્દુલ્લાએ (Farooq Abdullah) કહ્યું છે કે હું ભારતના રાષ્ટ્રપતિ પદ માટે સંભવિત સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે મારું નામ વિચારણામાંથી પાછું લવુ છું. તેમણે કહ્યું કે હું મારા નામનો પ્રસ્તાવ મૂકવા માટે મમતા બેનર્જી અને તમામ વરિષ્ઠ નેતાઓનો પણ આભારી છું.

President Election 2022: ફારુક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી, કહ્યું જમ્મુ-કાશ્મીરને અત્યારે મારી જરૂર
Farooq-Abdullah

Follow us on

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ (President Election 2022) પદના ઉમેદવાર બનવાની ના પાડી દીધી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે હું ભારતના રાષ્ટ્રપતિ પદ માટે સંભવિત સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે વિચારણામાંથી મારું નામ પાછું લવુ છું. હું માનું છું કે જમ્મુ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ વળાંકમાંથી પસાર થઈ રહ્યું છે અને આ અનિશ્ચિત સમયમાં મદદ કરવા માટે રાજ્યને મારી જરૂર છે.

સમર્થન આપવા માટે મમતા અને વરિષ્ઠ નેતાઓનો આભારી છું: ફારૂક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “મારી આગળ ઘણી સક્રિય રાજનીતિ છે અને હું જમ્મુ-કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા માટે તત્પર છું. મારા નામનો પ્રસ્તાવ મુકવા માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હું તમામ વરિષ્ઠ નેતાઓનો પણ આભારી છું જેમણે મને સમર્થન આપ્યું છે.”

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

શરદ પવારે પણ ના પાડી

વિપક્ષી દળોની બેઠકમાં બુધવારે ઘણા પક્ષોના નેતાઓએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને સંયુક્ત વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ફરી એકવાર આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. પવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે હું વિપક્ષી દળોનો આભારી છું કારણ કે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે મારું નામ સૂચવ્યું. પરંતુ હું જણાવવા માંગુ છું કે મેં વિનમ્રતાથી આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે.

21 જૂને ફરી બેઠક કરશે વિપક્ષી દળ

પવારની તરફથી પ્રસ્તાવને ઠુકરાવ્યા બાદ વિપક્ષના સંભવિત ઉમેદવાર તરીકે વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લા અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીના નામ પણ સામે આવ્યા હતા. પરંતુ હવે ફારુક અબ્દુલ્લાની ના બાદ વિપક્ષે ફરીથી રાષ્ટ્રપતિ પદ માટે નામ જાહેર કરવા માટે ફરી કામ કરવું પડશે. જાણવા મળ્યું છે કે ઉમેદવારને ફાઈનલ કરવા માટે વિપક્ષી નેતાઓ 21મી જૂને ફરી બેઠક કરશે.

Next Article