AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિસાન આંદોલન છે અને રહેશે, 30 જાન્યુઆરીએ ઉપવાસ રાખીશું: યોગેન્દ્ર યાદવ

આંદોલન સાથે જોડાયેલા ખેડૂત નેતાઓએ કહ્યું છે કે તેમનું આંદોલન આગળ ચાલુ રહેશે.

કિસાન આંદોલન છે અને રહેશે, 30 જાન્યુઆરીએ ઉપવાસ રાખીશું: યોગેન્દ્ર યાદવ
Yogendra Yadav
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 28, 2021 | 7:30 AM
Share

દેશમાં ગણતંત્ર દિવસ પર આયોજિત કિસાન ટ્રેક્ટર રેલી દરમ્યાન થયેલી હિંસાને લઇને Farmers નેતાઓ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. Farmers નેતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કેટલાંક સાથી ટ્રેક્ટર રેલી દરમ્યાન આક્રમક બન્યા હતા. જેમને રોકી શકાયા હોત.

આ દરમ્યાન આંદોલન સાથે જોડાયેલા ખેડૂત નેતાઓએ કહ્યું છે કે તેમનું આંદોલન આગળ ચાલુ રહેશે. ભારતીય કિસાન યુનિયનના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શહીદ દિવસ પર કિસાન આંદોલનના સમર્થનમાં સમગ્ર ભારતમાં પબ્લિક રેલીઓ કરવામાં આવશે. આ દરમ્યાન અમે એક દિવસનો ઉપવાસ રાખીશું અને 1 ફેબ્રુઆરીએ અમારો સંસદ માર્ચનો કાર્યક્રમ યથાવત રહેશે.

સ્વરાજ ઈન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યું કે આંદોલનને કોઇ લેવાદેવા નથી. આંદોલન એક સંઘર્ષ છે જેમાં એફઆઇઆર ઇનામમાં મળે છે. અમે સ્પષ્ટ કર્યું છે કે બે સંગઠન અને એક વ્યકિતનું નામ આવ્યું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાને કોઇ સબંધ નથી. અમે જે આયોજન કર્યું છે તેમાં જે ઘટના થઈ તે યોગ્ય નથી. તેમણે ક્હ્યું કે 25 તારીખના રોજ એક વ્યક્તિએ વિડીયો બનાવીને કહ્યું હતું કે SKM ની વાત નહી માનીએ. લાલ કિલ્લા પર જે થયું તેની નૈતિક જવાબદારી અમે લઇએ છીએ. આંદોલન છે અને રહેશે. 30 જાન્યુઆરીએ એક દિવસનું વ્રત રાખવામાં આવશે.

યોગેન્દ્ર યાદવે કહ્યું કે પરેડ આમ તો સફળ રહી. પરંતુ અમૂક ઘટના યોગ્ય નથી થઈ. અમે તેની નિંદા કરીએ છીએ. દીપ સિધ્ધુનો ફોટો સની દેઓલ સાથે છે અમે દીપ સિધ્ધુનો સામાજિક બહિષ્કાર કરવાનો માંગ કરીએ છીએ.

g clip-path="url(#clip0_868_265)">