Farmer Protest: સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરાઈ, પગપાળા જવાનો રસ્તો પણ બંધ

|

Jan 28, 2021 | 7:54 PM

26 જાન્યુઆરીએ Tractor Rallyના નામે પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હીમાં હિંસા અને તોડફોડ કરી. દિલ્હીમાં હિંસાની ઘટના બાદ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે.

Farmer Protest: સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરાઈ, પગપાળા જવાનો રસ્તો પણ બંધ

Follow us on

26 જાન્યુઆરીએ Tractor Rallyના નામે પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હીમાં હિંસા અને તોડફોડ કરી. દિલ્હીમાં હિંસાની ઘટના બાદ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે. એક બાજુ ગાઝીપુર પ્રશાસને ગાઝીપુર બોર્ડર સીલ કરી દીધી છે, બીજી બાજુ દિલ્હી પોલીસે પ્રદર્શનકારી ખેડૂતોને રોકવા માટે સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે.

 

સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરાઈ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે. પોલીસે સિંઘુ બોર્ડરની બંને બાજુ 2 કિલોમીટર સુધી બેરીકેટ સહીતના અવરોધો ખડકી દીધા છે. આ સાથે જ કોઈ પગપાળા ન જઈ શકે માટે પગપાળા રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ સિવાય અન્ય કોઈ વાહનોને અવરજવરની મંજુરી નથી. પોલીસે બેરીકેટની ઘણી બધી હરોળ ખડકી દીધી છે.

 

ગાઝીપુર બોર્ડર પણ સીલ કરાઈ

ગાઝીપુર ડીએમના આદેશથી UP POLICE ગાઝીપુર બોર્ડર ખાલી કરાવવા આવી પહોંચી છે. ગાઝીપુરના ડીએમએ ગાઝીપુર બોર્ડર પરથી રાકેશ ટીકૈત સહીતના ખેડૂત નેતાઓને બોર્ડર ખાલી કરવા નોટીસ આપી છે. નોટીસના પગલે પોલીસ ખેડૂત નેતાઓને હટાવવાના પ્રયાસો કરી રહી છે. પોલીસે ગાઝીપુર બોર્ડરને પણ બંને બાજુથી સીલ કરી દીધી છે.

 

આ પણ વાંચો: Farmer Protest : ગાઝીપુર બોર્ડર ખાલી કરવાનો આદેશ, પોલીસ-પ્રદર્શનકારી આમને સામને

Next Article