તેલંગાણા પોલીસે ખમ્મમ શહેરમાં નકલી નોટ બનાવવાના અડ્ડા પર પાડ્યા દરોડા

|

Nov 02, 2019 | 11:44 AM

તેલંગાણાની ખમ્મમ પોલીસે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખમ્મમ પોલીસને મળેલી બાતમીને આધારે દરોડા પાડતા આ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે ઝડપેલા કૌભાંડમાં રૂપિયા 7 કરોડની નકલી નોટ જપ્ત કરાઇ છે. કૌભાંડના પર્દાફાશ બાદ એક પત્રકાર પરિષદમાં પોલીસવડાએ આ માહિતી આપી. સમગ્ર કૌભાંડની તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે, આરોપીઓએ રૂપિયાની લાલચે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, […]

તેલંગાણા પોલીસે ખમ્મમ શહેરમાં નકલી નોટ બનાવવાના અડ્ડા પર પાડ્યા દરોડા

Follow us on

તેલંગાણાની ખમ્મમ પોલીસે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખમ્મમ પોલીસને મળેલી બાતમીને આધારે દરોડા પાડતા આ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે ઝડપેલા કૌભાંડમાં રૂપિયા 7 કરોડની નકલી નોટ જપ્ત કરાઇ છે. કૌભાંડના પર્દાફાશ બાદ એક પત્રકાર પરિષદમાં પોલીસવડાએ આ માહિતી આપી. સમગ્ર કૌભાંડની તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે, આરોપીઓએ રૂપિયાની લાલચે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણામાં લોકો સાથે ઠગાઇ કરી છે.

પોલીસે નકલી નોટ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર 8 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તો આરોપીઓ પાસેથી પોલીસે 2 કાર પણ જપ્ત કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ લોકો સામેલ છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ  WhatsApp સાથે G-Mail, Facebook સહિતની આ એપ્લિકેશનમાં પણ થઈ શકે છે પેગાસસનો સાઈબર એટેક

Published On - 11:30 am, Sat, 2 November 19

Next Article