અપરિણીત મહિલાઓને પણ છે ગર્ભપાતનો અધિકાર: સુપ્રીમ કોર્ટ

|

Sep 29, 2022 | 12:21 PM

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે 'મેરિટલ રેપ'ને બળાત્કારની વ્યાખ્યામાં સામેલ કરવો જોઈએ, મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારમાં 'મેરિટલ રેપ'નો સમાવેશ થવો જોઈએ.

અપરિણીત મહિલાઓને પણ છે ગર્ભપાતનો અધિકાર: સુપ્રીમ કોર્ટ
unmarried women have the right to abortion

Follow us on

સુપ્રીમ કોર્ટે દેશની મહિલા(woman)ઓનો લઇનો એક અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે, હવે દેશમાં MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં તમામ મહિલાઓને પસંદગી કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું છે કે ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. ભારતમાં ગર્ભપાત(Abortion) કાયદા હેઠળ, પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે કોઈ ભેદ નથી.

ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે ‘મેરિટલ રેપ’ને બળાત્કારની વ્યાખ્યામાં સામેલ કરવો જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારમાં ‘મેરિટલ રેપ’નો સમાવેશ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પતિ દ્વારા સ્ત્રી પર જાતીય હુમલો બળાત્કાર સમાન હોઈ શકે છે અને બળાત્કારની વ્યાખ્યામાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ વૈવાહિક બળાત્કારનો સમાવેશ થવો જોઈએ.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે તમામ મહિલાઓને સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પરિણીત મહિલાઓ જ નહીં પરંતુ અપરિણીત મહિલાઓ પણ ગર્ભધારણના 24 અઠવાડિયાની અંદર કાયદેસર રીતે સુરક્ષિત ગર્ભપાત કરાવી શકે છે. સ્ત્રીની વૈવાહિક સ્થિતિ તેણીને અનિચ્છનીય સગર્ભાવસ્થાની કલ્પના કરવા માટે દબાણ કરી શકતી નથી. મતલબ કે લિવ-ઇન રિલેશન અને સહમતિથી રિલેશનશિપને કારણે ગર્ભવતી બનેલી મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એમેન્ડમેન્ટ એક્ટ, 2021ની જોગવાઈઓનું અર્થઘટન કરતો ચુકાદો સંભળાવ્યો અને સ્પષ્ટ કર્યું કે આ કાયદાનું અર્થઘટન માત્ર પરિણીત મહિલાઓ સુધી મર્યાદિત ન હોઈ શકે.

આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહિલાઓના વિશેષ અધિકારો પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો કોઈ મહિલાની વૈવાહિક સ્થિતિ તેને અનિચ્છનીય ગર્ભ ધારણ કરવા માટે મજબૂર કરતી હોય તો તે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વૈવાહિક દરજ્જો સ્ત્રીને અનિચ્છનીય ગર્ભાવસ્થાને ગર્ભપાત કરવાના અધિકારથી વંચિત ન કરી શકે. સર્વોચ્ચ અદાલતે અપરિણીત મહિલાઓના અધિકારોની પણ વાત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ મહિલા જે અપરિણીત છે તેને પણ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ નિયમો હેઠળ 24 અઠવાડિયાની અંદર ગર્ભપાત કરાવવાનો અધિકાર છે.

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટમાં મોટા ફેરફારો

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો તાત્પર્ય એ છે કે હવે અપરિણીત મહિલાઓને પણ 24 અઠવાડિયા સુધીના ગર્ભપાતનો અધિકાર મળી ગયો છે. SC એ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટના નિયમ 3-B ને લંબાવ્યો છે. સામાન્ય કિસ્સાઓમાં, 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછી ગર્ભાવસ્થા માટે ગર્ભપાતનો અધિકાર અત્યાર સુધી ફક્ત પરિણીત મહિલાઓને જ હતો, જે હવે અપરિણીત પણ થઈ ગઈ છે.

મામલો શું છે

વૈવાહિક બળાત્કારને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના ખંડિત નિર્ણયને પડકારતી અરજી ખુશ્બુ સૈફી નામની મહિલાએ દાખલ કરી હતી. આ મામલે 11 મેના રોજ સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ મામલે બે જજોએ અલગ-અલગ મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

Published On - 11:46 am, Thu, 29 September 22

Next Article