રાજીનામું આપ્યા પછી પણ IAS અધિકારીઓ કેટલીક શરતો સાથે સરકારી નોકરીમાં ફરી આવી શકે છે, સરકારે નિયમોમાં કર્યો સુધારો

|

May 01, 2022 | 4:34 PM

કેન્દ્ર સરકારે 28 જુલાઈ 2011ના રોજ એક નોટિફિકેશન દ્વારા નિયમોમાં સુધારો કર્યો છે. આ મુજબ રાજીનામું આપ્યા પછી પણ, IAS અધિકારીઓને કેટલીક શરતો સાથે ફરીથી સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરી શકાય છે.

રાજીનામું આપ્યા પછી પણ IAS અધિકારીઓ કેટલીક શરતો સાથે સરકારી નોકરીમાં ફરી આવી શકે છે, સરકારે નિયમોમાં કર્યો સુધારો
Image Credit Source: PTI

Follow us on

કેન્દ્ર સરકારે (Central Govenrment) 28 જુલાઈ 2011ના રોજ એક નોટિફિકેશન દ્વારા નિયમોમાં સુધારો કર્યો છે. આ મુજબ રાજીનામું આપ્યા પછી પણ, IAS અધિકારીઓને કેટલીક શરતો સાથે ફરીથી સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરી શકાય છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અધિકારી પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે જો કે રાજીનામું તેની પ્રામાણિકતા, કાર્યક્ષમતા અથવા આચરણમાં કોઈ ખામીને કારણે ન થયું હોય.’ હકીકતમાં, અખિલ ભારતીય સેવાઓ (મૃત્યુ-કમ-નિવૃત્તિ લાભો) સુધારા નિયમો 2011 મોટાભાગના ભારતીય સરકારી કર્મચારીઓને નોકરી છોડ્યા પછી પણ સેવામાં પુનઃસ્થાપિત કરવાનો વિકલ્પ આપે છે.

સુધારેલા નિયમો અનુસાર, જો કોઈ અધિકારી ખાનગી કોમર્શિયલ કંપની અથવા કોર્પોરેશન અથવા સરકારની માલિકીની અથવા નિયંત્રિત કંપનીમાં જોડાવા માટે રાજીનામું આપે છે, તો કેન્દ્ર સરકાર રાજીનામું પાછું ખેંચવાની વિનંતી સ્વીકારશે નહીં. આ સિવાય જો તેમણે કોઈ રાજકીય પક્ષ કે રાજકીય આંદોલન સાથે સંકળાયેલા રહેવા માટે રાજીનામું આપ્યું હોય તો તેઓ ફરીથી સરકારમાં જોડાઈ શકે નહીં. નિયમ 5(1A)(i) જણાવે છે કે કેન્દ્ર સરકાર કોઈ અધિકારીને “જાહેર હિતમાં” તેમનું રાજીનામું પાછું ખેંચવાની પરવાનગી આપી શકે છે.

2013 માં રાજીનામું સ્વીકાર્યાના 90 દિવસમાં રાજીનામું પાછું ખેંચવાની મંજૂરી આપવા માટે નિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો. જો અધિકારી કોઈપણ રાજકીય પક્ષ અથવા સંગઠન સાથે સંકળાયેલા હોવાના ઈરાદાથી રાજીનામું આપે છે, તો રાજીનામું પાછું ખેંચવાની વિનંતી કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કયા સંજોગોમાં રાજીનામું સ્વીકારી શકાય?

જેઓ પુનઃસ્થાપિત થવા માંગતા નથી તેમને જાળવી રાખવા સરકારના હિતમાં નથી. તેથી, સામાન્ય નિયમ એ છે કે, સેવામાંથી સભ્યનું રાજીનામું સ્વીકારવું જોઈએ, સિવાય કે નીચે આપેલા સંજોગોમાં:

જ્યારે સરકારી સેવામાં કોઈ અધિકારી અથવા કર્મચારી સસ્પેન્શન હેઠળ હોય, રાજીનામું આપે, ત્યારે સક્ષમ અધિકારીએ તેની સામે પડતર શિસ્તભંગના કેસની તપાસ કરવી જોઈએ કે, તે રાજીનામું સ્વીકારવું જાહેર હિતમાં છે કે કેમ.

સ્વીકૃતિ પહેલા રાજીનામું પાછું ખેંચી લેવું

સરકારી સેવામાં રહેલા કોઈપણ અધિકારી કે, કર્મચારી રાજીનામું આપ્યા પછી સક્ષમ અધિકારી સ્વીકારે તે પહેલા લેખિતમાં નોટિસ મોકલીને સેવામાં પુનઃસ્થાપિત થવા માંગતા હોય તો તેમનું રાજીનામું આપોઆપ પરત કરવામાં આવશે. ત્યારે રાજીનામું સ્વીકારવાનો પ્રશ્ન જ નથી.

શાહ ફૈસલે 9 જાન્યુઆરી 2019ના રોજ રાજીનામું આપ્યું હતું પરંતુ તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી અને DoPT વેબસાઇટ હજુ પણ તેમને “સેવા આપતા” અધિકારી તરીકે દર્શાવે છે. તેથી, તે કોઈપણ સમયે પોતાનું રાજીનામું પાછું ખેંચી લેવા અને ફરીથી સેવામાં જોડાવા માટે હકદાર છે.

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:33 pm, Sun, 1 May 22

Next Article