EPFO નો મોટો નિર્ણય,1 જૂનથી પીએફ એકાઉન્ટ પર લાગુ થશે નવો નિયમ, નહિ માનો તો થશે નુકશાન

|

May 30, 2021 | 10:25 PM

ઇપીએફઓ( EPFO) એ તમારા પીએફ એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. 1 જૂન 2021 થી તમારા પીએફ એકાઉન્ટ્સ પર નવા નિયમો લાગુ થશે. તમારા નોકરીદાતા (Employer)ને એ જવાબદારી આપવામાં આવી છે કે તમારા એકાઉન્ટને આધાર વેરીફાઈ કરાવે. જો પ્રક્રિયા પૂર્ણ નહિ થાય તો તમને નુકશાન થઈ શકે છે.

EPFO નો મોટો નિર્ણય,1 જૂનથી પીએફ એકાઉન્ટ પર લાગુ થશે નવો નિયમ, નહિ માનો તો થશે નુકશાન
EPFO

Follow us on

પ્રોવિડન્ટ ફંડ ( EPFO)  ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. ઇપીએફઓ( EPFO) એ તમારા પીએફ એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. 1 જૂન 2021 થી તમારા પીએફ એકાઉન્ટ્સ પર નવા નિયમો લાગુ થશે. તમારા નોકરીદાતા (Employer)ને એ જવાબદારી આપવામાં આવી છે કે તમારા એકાઉન્ટને આધાર વેરીફાઈ કરાવે. જો પ્રક્રિયા પૂર્ણ નહિ થાય તો તમને નુકશાન થઈ શકે છે.

તેમજ ખાતામાં નોકરીદાતા (Employer)નું યોગદાન પણ બંધ થઈ શકે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે સમયસર તમારા પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરો. આ ઉપરાંત UAN પણ આધાર વેરીફાઈ હોવું જોઈએ.

નવો ઓર્ડર શું છે?
ઇપીએફઓ( EPFO)એ સામાજિક સુરક્ષા કોડ 2020 ની કલમ 142 હેઠળ નવો નિર્ણય લીધો છે. ઇપીએફઓએ એમ્પ્લોયરને સૂચના આપી છે કે 1 જૂન પછી, જો કોઈ ખાતું આધાર સાથે જોડાયેલ નથી અથવા યુએએન આધાર ચકાસવામાં આવ્યું નથી, તો તેનું ઇસીઆર-ઇલેક્ટ્રોનિક ચલન કમ રીટર્ન ભરવામાં આવશે નહીં. તેમજ પીએફ એકાઉન્ટ ધારકોનું નોકરીદાતા (Employer)નું યોગદાન નહિ મેળવી શકે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઇપીએફઓ( EPFO)એ તમામ નોકરીદાતા (Employer)માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 1 જૂન, 2021 થી જો કોઈ સભ્યના ખાતાને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તેને ઇસીઆર ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ જો પીએફ ખાતાધારકોના ખાતા આધાર સાથે જોડાયેલા નથી તો તેઓ ઇપીએફઓની સેવાનો ઉપયોગ કરી શકશે નહીં.

પીએફને આધાર સાથે લિંક કરવા માટે આ છે સરળ સ્ટેપ :

1. સૌ પ્રથમ, તમારે ઇપીએફઓ વેબસાઇટ www.epfindia.gov.in પર લોગ ઇન કરવું પડશે.
2. આ પછી, તમારે Online Services >> e-KYC Portal>> link UAN aadhar પર ક્લિક કરવું પડશે.
3. અહીં જઈને, તમારે UNA એકાઉન્ટ સાથે નોંધાયેલ તમારો અને મોબાઇલ નંબર અપલોડ કરવો પડશે.
4. હવે તમને તમારા મોબાઇલ નંબર પર ઓટીપી નંબર મળશે.
5. ઓટીપી બોક્સમાં ઓટીપી નંબર ભર્યા પછી
6. નીચે આપેલા આધાર બોક્સમાં તમારો 12 અંકનો આધાર નંબર ભરો, પછી તે ફોર્મ સબમિટ કરો.
7 . હવે તમારી પાસે ઓટીપી વેરિફિકેશન વિકલ્પ હશે.તેના પર ક્લિક કરો.
8. હવે ફરી એકવાર તમારે તમારા આધારની વિગતો ચકાસવા માટે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર અથવા મેઇલ પર ઓટીપી જનરેટ કરવો પડશે.
9 ચકાસણી કર્યા પછી તમારો આધાર તમારા પીએફ એકાઉન્ટ સાથે લિંક થશે.

Published On - 10:19 pm, Sun, 30 May 21

Next Article