National Herald Case: EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું, કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું

|

Jun 01, 2022 | 2:48 PM

કોંગ્રેસે (Congress) તપાસ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા સમન્સની ટીકા કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી તેના રાજકીય વિરોધીઓને ડરાવવા માટે કઠપૂતળી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

National Herald Case: EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું, કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું
Sonia Gandhi and Rahul Gandhi

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે કોંગ્રેસના (Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ જાહેર કર્યા હતા, જે 2015 માં તપાસ એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તપાસ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા સમન્સની ટીકા કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી તેના રાજકીય વિરોધીઓને ડરાવવા માટે કઠપૂતળી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ આ કઠપૂતળી એજન્સીઓનો ઉપયોગ રાજકીય વિરોધીઓને ડરાવવા માટે કરી રહી છે. નેશનલ હેરાલ્ડનો પોતાનો એક ઈતિહાસ છે જે આઝાદીની લડાઈના સમયે શરૂ થયો હતો. સાથે જ તેમણે કહ્યું કે મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા સહિત તમામ વિપક્ષી નેતાઓ કેન્દ્રીય એજન્સીઓના નિશાના પર છે. સિંઘવીએ એમ પણ કહ્યું કે તમામ કંપનીઓ ડેટને ઇક્વિટીમાં રૂપાંતરિત કરીને બેલેન્સ શીટમાં સુધારો કરે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંઘવીએ પણ કહ્યું કે 2015માં EDએ નેશનલ હેરાલ્ડ કેસની તપાસ બંધ કરી દીધી હતી, પરંતુ સરકારને તે પસંદ ન આવ્યું અને EDના સંબંધિત અધિકારીઓને હટાવી દીધા. સરકાર નવા અધિકારીઓને લાવી અને તેઓએ મામલો ફરીથી ખોલ્યો. મોંઘવારી અને અન્ય મોટી સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ED દ્વારા જાહેર કરાયેલા સમન્સની ટીકા કરતા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 1942માં નેશનલ હેરાલ્ડ અખબાર શરૂ થયું ત્યારે અંગ્રેજોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે મોદી સરકાર પણ તે જ કરી રહી છે અને આ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. EDએ અમારા અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ આપી છે.

Published On - 2:48 pm, Wed, 1 June 22

Next Article