Breaking News : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદીને મરાયો ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઓપરેશનમાં આખરે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. શુક્રવારે કુલગામ જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસે આ અંગે માહિતી આપી છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઓપરેશનમાં આખરે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. શુક્રવારે કુલગામ જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસે આ અંગે માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અખાલ જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
પોલીસ અધિકારીએ કહ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો. અધિકારીએ કહ્યું કે ઘેરાબંધી મજબૂત કરવામાં આવી છે અને વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
2 દિવસ પહેલા પૂંછમાં એન્કાઉન્ટર થયું હતું
આ પહેલા 2 દિવસ અગાઉ પણ પૂંછમાં ઘર્ષણ થયું હતું. 30 જુલાઈએ પૂંછમાં આતંકવાદીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો. સેનાએ હથિયારો સાથે આવેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એવી પણ જાણકારી હતી કે, ઠાર મરાયેલા આ બંને આતંકવાદી પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સભ્યો હતો. એ વચ્ચે ફરી વધુ એક આતંકીને ઠાર કરાયો છે.
આ એન્કાઉન્ટરના બે દિવસ પહેલા, સુરક્ષા દળોએ શ્રીનગરના જંગલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ કહ્યું હતું કે બુધવારે શિવશક્તિ નામનું ઓપરેશન પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનોના ઈરાદાઓને મોટો ફટકો છે. સેનાના જણાવ્યા અનુસાર, આ સંગઠનો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે.
સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાના જવાનોએ 30 જુલાઈની વહેલી સવારે પૂંચ સેક્ટરમાં ઓપરેશન શિવશક્તિ શરૂ કર્યું હતું. આ ઓપરેશન જમ્મુ અને કાશ્મીર પોલીસના સહયોગથી લશ્કરી અને નાગરિક ગુપ્તચર એકમો દ્વારા આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી વિશ્વસનીય ગુપ્ત માહિતી પર આધારિત હતું.
તેમણે કહ્યું કે, માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ સંભવિત ઘૂસણખોરી માર્ગો પર ઓચિંતો છાપો માર્યો હતો. નિયંત્રણ રેખા પર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં, બે આતંકવાદીઓ માર્યા ગયા અને મોટી માત્રામાં યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
