ગુવાહાટી એરપોર્ટ નજીકથી સેનાના યુનિફોર્મમાં 11 શંકાસ્પદ શખ્શો ઝડપાયા, આસામ પોલીસે હાથ ધરી તપાસ

|

Nov 18, 2020 | 5:06 PM

આસામ પોલીસ દ્રારા મંગળવારે મોડી સાંજે 11 લોકોને શંકાસ્પદ હાલતમાં જોઇને ઝડપી લઇને તપાસ હાથ ધરી હતી. આ શંકાસ્પદ વર્તન ધરાવતા શખ્શોએ વાયુસેનાના કર્મચારીઓના યુનિફોર્મ પહેરી, ગુવાહાટીના લોકપ્રિયા ગોપિનાથ બોરદોલોઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીકથી ઝડપાઇ આવ્યા હતા. એક સ્થાનિય પોલીસ અધીકારીએ જણાવ્યુ હતુ કે, અજરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા એરપોર્ટ નજીક આ શંકાસ્પદોને જોયા હતા અને […]

ગુવાહાટી એરપોર્ટ નજીકથી સેનાના યુનિફોર્મમાં 11 શંકાસ્પદ શખ્શો ઝડપાયા, આસામ પોલીસે હાથ ધરી તપાસ

Follow us on

આસામ પોલીસ દ્રારા મંગળવારે મોડી સાંજે 11 લોકોને શંકાસ્પદ હાલતમાં જોઇને ઝડપી લઇને તપાસ હાથ ધરી હતી. આ શંકાસ્પદ વર્તન ધરાવતા શખ્શોએ વાયુસેનાના કર્મચારીઓના યુનિફોર્મ પહેરી, ગુવાહાટીના લોકપ્રિયા ગોપિનાથ બોરદોલોઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીકથી ઝડપાઇ આવ્યા હતા. એક સ્થાનિય પોલીસ અધીકારીએ જણાવ્યુ હતુ કે, અજરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા એરપોર્ટ નજીક આ શંકાસ્પદોને જોયા હતા અને જેને લઇને તેમની અટકાયત કરીને પુછપરછ હાથ ઘરી હતી.

ગુવાહાટી પશ્વિમ પોલિસના એડિશનલ નાયબ કમિશ્નર સુપ્રોતિવ લાલ બરુઆએ જણાવ્યુ હતુ કે, સંદિગ્ધોની ચાલવા અને ફરવાના વર્તનને લઇને શંકા ગઇ હતી. જેના બાદ તેમની પુછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તપાસ કરતા તે તમામ શખ્શો નકલી સેનાના જવાનો હોવાનુ સામે આવ્યુ હતુ, પોલીસ દ્રારા તેમના પાંચ જેટલા બાઇક અને એક કારને પણ જપ્ત કરી લીધા છે. છેલ્લા એક માસ થી  આ શખ્શો અહી આ વિસ્તારમાં રહી રહ્યા હોવાનુ પણ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણકારી મળી રહી છે અને તે માટે ની ખરાઇ કરવામાં આવી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એસસીપી બરુઆએ વાત કરતા જણાવ્યુ હતુ કે, ઝડપાયેલા નકલી સેનાના જવાનોમાં થી એક ભોપાલમાં બીડીએસનો વિધ્યાર્થી છે, જેણે દશ લોકોને વાયુસેનાના ચોથી શ્રેણીના કર્મચારીઓ તરીકે ફર્જી નિયુક્તી પત્ર અને ઓળખકાર્ડ પણ આપ્યા હતા. જેના બાદ તેમને એરપોર્ટ વિસ્તારમાં સેવા માટે લાવવામાં આવ્યા હતા પરંતુ પોલીસ તેમને ઝડપી લઇ ગઇ હતી. એરપોર્ટ શ્રેત્રમાં બોરઝાર વાયુ સેનાનુ સ્ટેશન પણ આવેલ છે. આમ વિસ્તાર સુરક્ષા તંત્ર માટે ખુબજ ચિવટ ભર્યો માનવામાં આવે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article