Electronic Product Rating: જાણો, તમારા એસી, ટીવી અને રેફ્રિજરેટર પર લાગેલું રેટિંગ યોગ્ય છે કે નહીં?

|

Jul 04, 2021 | 11:31 AM

આજે અમે તમને જણાવીશું કે, આ રેટિંગ કોણ નક્કી કરે છે અને આ રેટિંગ વાસ્તવિક(Real) છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય છે. આ રેટિંગ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો (Bureau of energy efficiency)દ્વારા આપવામાં આવે છે.

Electronic Product Rating: જાણો, તમારા એસી, ટીવી અને રેફ્રિજરેટર પર લાગેલું રેટિંગ યોગ્ય છે કે નહીં?
જાણો, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટનું રેટિંગ યોગ્ય છે કે નહિ ?

Follow us on

જ્યારે પણ તમે નવું ઈલેક્ટ્રોનિક આઈટમ ખરીદવા જાઓ છો, ત્યારે તમે જોયું હશે કે તેના પર સ્ટાર રેટિંગ (Star Rating) લાગેલા હોય છે તો આવી સ્થિતિમાં તમારે જાણવું જરૂરી છે કે તમે ખરીદી રહ્યા છો તે ઈલેક્ટ્રોનિક આઈટમ પરનું રેટિંગ યોગ્ય છે કે નહીં.

 

જ્યારે પણ ઈલેક્ટ્રોનિક આઈટમ ખરીદવામાં આવે, ત્યારે ચોક્કસપણે તે વસ્તુની સુવિધાઓ અને કિંમત સિવાય તેનું રેટિંગ પણ ખરીદીનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. આ રેટિંગની મદદથી જે-તે ઈલેક્ટ્રોનિક આઈટમ વીજળીનો કેટલો વપરાશ કરશે , તે જાણી શકાય છે. આથી, આ રેટિંગને હંમેશા ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તે તમારા ખર્ચ સાથે સંબંધિત છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

 

રેટિંગની મદદથી જાણી શકાય છે વીજળીનો વપરાશ

ખરેખર, સ્ટાર રેટિંગની મદદથી ખ્યાલ આવે છે કે ઈલેક્ટ્રોનિક આઈટમ દ્વારા કેટલી વીજળીનો વપરાશ (Electricity consumption)  કરવામાં આવશે. જે ગેજેટેસમાં સૌથી વધુ સ્ટાર રેટિંગ હોય છે, તે થોડી ખર્ચાળ હોય છે અને માનવામાં આવે છે કે વીજ વપરાશ ઓછો કરે છે. પરંતુ આજકાલ એવા કેટલાક કેસો બહાર આવી રહ્યા છે, કે જેમાં ઈલેક્ટ્રોનિક આઈટમ પરનું રેટિંગ ખોટું જોવા મળી રહ્યું છે.

 

કોના દ્વારા આપવામાં આવે છે રેટિંગ?

આજે અમે તમને જણાવીશું કે આ રેટિંગ કોણ નક્કી કરે છે અને આ રેટિંગ વાસ્તવિક(Real) છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય છે. આ રેટિંગ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો (Bureau of energy efficiency) દ્વારા આપવામાં આવે છે અને જો તમે આ સ્ટીકર પર જોશો તો તેમાં વીજળી વપરાશ વિશે માહિતી આપવામાં આવે છે. ઉપરાંત, આ રેટિંગની સાથે એક વર્ષ પણ લખાયેલું હોય છે, જે તમારે છેલ્લા વર્ષના આધારે ખરીદવું જોઈએ. કારણ કે, વીજ વપરાશના રેટિંગ દર વર્ષ બદલાતા રહે છે.

 

જો તમે કોઈ ઈલેક્ટ્રોનિક આઈટમ ખરીદવા જઈ રહ્યા છો તો તમારે સૌ પ્રથમ આ રેટિંગ તપાસવું જોઈએ. તેને તપાસવા માટે સૌ પ્રથમ BEEની એપ્લિકેશન (Application) ડાઉનલોડ કરો. ત્યાર પછી તમે આ એપ્લિકેશન શરૂ કરતા જ જોશો કે ત્યાં કોઈપણ પ્રકારની ઉત્પાદનની શ્રેણી હશે. જેમાં એસી, ફ્રિજ, ફેન વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ શામેલ હશે. જેમાં તમે કોઈ તમારી પસંદની ઈલેક્ટ્રોનિક આઈટમ પસંદ કરો છો તો તેમાં બધી જ કંપનીઓનું રેટિંગ બતાવવામાં આવશે.

 

આ એપ્લિકેશનની મદદથી તમે જાણી શકશો કે તમે જે કંપનીની ઈલેક્ટ્રોનિક આઈટમ ખરીદી રહ્યા છો, તેનું નામ BEEમાં નોંધાયેલું છે કે નહીં. મહત્વપૂર્ણ છે કે, BEE (Bureau of energy efficiency) એપ્લિકેશનમાં જે કંપનીનું નામ નોંધાયેલું હશે, તે જ કંપનીનું સ્ટાર રેટિંગ વિશ્વસનીય હશે.

 

આ પણ વાંચો: COVID 19: રથયાત્રાના એક દિવસ પહેલા શહેરમાં લાગુ થશે કર્ફ્યુ, શ્રદ્ધાળુઓ સતત બીજા વર્ષે પણ નહિ કરી શકે ભગવાન જગન્નાથના દર્શન

Next Article