ભાજપે 3 રાજ્યમાં જીત તો મેળવી લીધી પણ હવે શરૂ થશે અસલી લડાઈ, કોણ બનશે મુખ્યપ્રધાન?

ભાજપ મધ્યપ્રદેશમાં 160થી વધારે સીટ જીતતી નજર આવી રહી છે તો રાજસ્થાનમાં 110 સીટની આસપાસ જીતી રહી છે. છત્તીસગઢમાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. 3 જ રાજ્યમાં ભાજપે પોતાના સાંસદ અને દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપે 3 રાજ્યમાં જીત તો મેળવી લીધી પણ હવે શરૂ થશે અસલી લડાઈ, કોણ બનશે મુખ્યપ્રધાન?
Follow Us:
| Updated on: Dec 03, 2023 | 4:59 PM

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બનાવાતી નજરે આવી રહી છે, જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર તેલંગાણા આવ્યું છે. ભાજપે આ વખતે કોઈ પણ જગ્યાએ મુખ્યપ્રધાન પદના ચહેરાની જાહેરાત કરી નહતી. વડાપ્રધાનમોદીના નામ અને કામ પર મત માગ્યા હતા. ભાજપે ભલે વડાપ્રધાનના ચહેરાથી ચૂંટણી જંગમાં જીત મેળવી લીધી પણ ભાજપની ખરી પરીક્ષા તો હવે શરૂ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ કોને-કોને મુખ્યપ્રધાન બનાવશે?

ભાજપ મધ્યપ્રદેશમાં 160થી વધારે સીટ જીતતી નજર આવી રહી છે તો રાજસ્થાનમાં 110 સીટની આસપાસ જીતી રહી છે. છત્તીસગઢમાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. 3 જ રાજ્યમાં ભાજપે પોતાના સાંસદ અને દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે સિવાય વસુંધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ અને ડો. રમનસિંહને તેમની પરંપરાગત સીટ પરથી ટિકિટ આપી હતી. ત્રણેય નેતા મોટા માર્જિનથી જીતતા નજરે આવી રહ્યા છે. ત્યારે ભાજપે આ ત્રણેય નેતાઓને તેમના રાજ્યમાં ઈગ્નોર કરીને શું બીજા કોઈ નેતાને સત્તાની કમાન આપવાનું સાહસ કરશે?

મધ્યપ્રદેશમાં કોને મળશે કમાન?

મધ્યપ્રદેશમાં ભાજપે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના ચહેરાની જગ્યાએ સામૂહિક નેતૃત્વમાં લડવાનો નિર્ણય કર્યો અને ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીમાં ઉતાર્યા હતા. ભાજપના મોટાભાગના દિગ્ગજ નેતાઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, કૈલાશ વિજયવર્ગીય, પ્રહ્લાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર સુધીના તમામ નેતા ચૂંટણીમાં જીત નોંધાવી ચૂક્યા છે. ભાજપની જીતમાં મોદી ફેક્ટરની સાથે સાથે શિવરાજ સરકારની લાડલી બહેના યોજનાને પણ શ્રેય આપવામાં આવે છે.

જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાવા માંગો છો તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, ફેસ પરની સ્કિન રહેશે એકદમ ટાઈટ
શેરબજારમાં મોટો જાદુ, રોકાણકારો એક જ વારમાં કમાયા 415000 કરોડ રૂપિયા
કાળઝાળ ગરમીમાં હાઈ બીપી અને શુગરના દર્દીઓ રાખે આ સાવધાની, જાણો અહીં
ઘરમાં જ ઉગાડો અઢળક ગુણ ધરાવતી વરિયાળી, અપનાવો આ સરળ ટીપ્સ
IPL 2024 : ગોંડલના વિરેન બગથરિયાએ રાજસ્થાનના ખેલાડીઓને આપ્યો નવો લુક, જુઓ ફોટો
ફ્રીજમાં આ રીતે ન રાખો શાકભાજી, ખતમ થઈ જાય છે પોષક તત્ત્વો

ત્યારે હવે સીએમ પદની રેસમાંથી શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરવા ભાજપ માટે સરળ નથી. ભાજપ માટે મધ્યપ્રદેશમાં શિવરાજનો રાજકીય વિકલ્પ શોધવો સરળ નથી, કારણ કે પાર્ટીના બાકી નેતાઓનો રાજકીય ગ્રાફ એક વિસ્તાર સુધી સીમિત છે. શિવરાજ સિંહ ચૌહાણને પાર્ટી હાલના નેતા માની રહી છે પણ ભવિષ્યના નેતા માટે તેને નવો ચહેરો શોધવો પડશે. ત્યારે જ્યોતિરાદિત્વ સિંધિયા પણ સીએમ પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન કોણ?

રાજસ્થાનમાં ભાજપ પ્રચંડ બહુમત સાથે સત્તા પર વાપસી કરતી જોવા મળી રહી છે. અને કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે કોઈ પણ ચહેરાને મુખ્યપ્રધાન પદ માટે જાહેર કર્યો નથી. ભાજપને જે પ્રકારે 110થી વધારે સીટો પર જીત જોવા મળી રહી છે. તેનાથી હવે તમામના મનમાં એક જ સવાલ છે કે પાર્ટી કોને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવશે.

ત્યારે વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપની સૌથી કદાવર નેતાઓમાંથી એક છે અને તેમનો રાજકીય ગ્રાફ સમગ્ર રાજ્યમાં છે. તેને લઈને તેમનું નામ સૌથી આગળ છે પણ ટોચના નેતૃત્વ સાથે તેમના સંબંધો સારા નથી. ત્યારે શું વસુંધરા રાજેને પાર્ટી ફરી મુખ્યપ્રધાન બનાવશે. ત્યારે બાબા બાલકનાથ, દીયા કુમારી અને ગજેન્દ્ર સિંહ શેખાવત જેવા નેતા પણ રેસમાં છે.

છત્તીસગઢમાં કોણ મુખ્યપ્રધાન?

છત્તીસગઢની રાજકીય બાજી પણ ભાજપે પોતાના નામે કરી લીધી છે. ભાજપ માટે આ જીત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ વધારે મહત્વની માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ ખુબ જ કોન્ફિડન્સ નજર આવી રહી હતી. મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ જેટલુ રાજકીય કદ ભાજપના અન્ય કોઈ નેતામાં જોવા મળી રહ્યું નથી. બઘેલ સરકાર સામે સત્તા વિરોધી લહેર પણ સાર્વજનિક રીતે જોવા મળી રહી નહતી. તેમ છતાં ભાજપે જે રીતે જીત મેળવી છે, તેનાથી એક વાત સાફ છે કે આ જીત પાછળ મોદીનો હાથ માનવામાં આવી રહ્યો છે.

બીજા રાજ્યની જેમ ભાજપે છત્તીસગઢમાં પણ મુખ્યપ્રધાન પદ માટે ચહેરો જાહેર કર્યો નથી. વડાપ્રધાન મોદીના નામ અને કામ પર ચૂંટણી લડી હતી પણ ભાજપે ડો. રમનસિંહને તેમની સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. રમનસિંહ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે પણ સીએમ પદ માટે પોતાની દાવેદારી ખુલીને જાહેર કરતા નથી.

ત્યારે મુખ્યપ્રધાન પદ માટે પ્રદેશ અધ્યક્ષ અરૂણ સાવનો દાવો પણ મજબૂત માનવામાં આવી રહ્યો છે. જ્યારે સીએમ પદ માટે ત્રીજા દાવેદાર તરીકે બૃજમોહન અગ્રવાલનું નામ પણ ચર્ચામાં છે. જે રાયપુર દક્ષિણ વિધાનસભા સીટ પરથી 7 વખત ધારાસભ્ય રહ્યા છે અને આ વખતે 8મી વખત જીત નોંધાવી છે. આ સિવાય સરોજ પાંડેય, વિજય બઘેલ અને રેણુકા સિંહનું નામ પર સીએમ પદ માટે ચર્ચાઈ રહ્યું છે.

Latest News Updates

મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">