Election of Congress President : 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠીવાર યોજાઈ ચૂંટણી, જાણો અત્યાર સુધી કોણ કોણ રહ્યું છે પ્રમુખ

|

Oct 17, 2022 | 10:52 AM

કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં મહાત્મા ગાંધીના ઉમેદવાર પી. સીતા રામૈયા 1939માં નેતાજી સુભાષચંદ્ર બોઝની સામે હારી ગયા હતા. આઝાદી બાદ 1950માં પહેલીવાર કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાઈ હતી.

Election of Congress President : 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠીવાર યોજાઈ ચૂંટણી, જાણો અત્યાર સુધી કોણ કોણ રહ્યું છે પ્રમુખ
Mallikarjun Kharge vs Shashi Tharoor

Follow us on

Election of Congress Party National President કોંગ્રેસ પક્ષના ઈતિહાસમાં, 137 વર્ષમાં છઠ્ઠીવાર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ચૂંટણી આજે યોજાઈ રહી છે.આજે યોજાઈ રહેલી ચૂંટણીની વિશેષતા એ છે કે, અધ્યક્ષપદ માટે બિન ગાંધી પરિવારના બે વ્યક્તિ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. છેલ્લા 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં જીતીને આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશિ થરૂર (Shashi Tharoor) પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી) ના 9,000 થી વધુ ‘પ્રતિનિધિઓ’ ને પોતાના તરફી મતદાન કરવા માટે આકર્ષવા જુદા જુદા રાજ્યોનો પ્રવાસ કર્યો છે. ખડગેને આ પદ માટે પસંદગીના અને “બિનસત્તાવાર રીતે અધિકૃત ઉમેદવાર” તરીકે જોવામાં આવે છે અને તેમને મોટી સંખ્યામાં વરિષ્ઠ નેતાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે, જ્યારે થરૂરે પોતાને પરિવર્તનકર્તા તરીકે રજૂ કર્યા છે. થરૂરે તેમના પ્રચાર દરમિયાન અસમાન હરીફાઈનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે, બન્ને ઉમેદવારોએ અને પક્ષ જણાવ્યુ છે કે, અધ્યક્ષપદની ચૂંટણી માટે ગાંધી પરિવાર તટસ્થ છે અને તેમના તરફથી કોઈ સત્તાવાર ઉમેદવાર નથી.

137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત ચૂંટણી થઈ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના મહત્વ વિશે પૂછવામાં આવતા કોંગ્રેસના કોમ્યુનિકેશન યુનિટના જનરલ સેક્રેટરી પ્રભારી જયરામ રમેશે, સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુંને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા અહેલાવમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે અધ્યક્ષ પદ માટે આંતરિક ચૂંટણી યોજાઈ છે. તેમણે કહ્યું, “1939, 1950, 1997 અને 2000 ના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ 1977માં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કાસુ બ્રહ્માનંદ રેડ્ડી ચૂંટાઈ આવ્યા હતા.” રમેશે કહ્યું કે પાર્ટી પ્રમુખપદ માટે પક્ષમાં સર્વસંમતિ બનાવવા માટે કોંગ્રેસના મોડલમાં તેમને હંમેશા વિશ્વાસ રહ્યો છે. તેમણે કહ્યું કે નેહરુ યુગ પછી આ પ્રકારની કામગીરીને કે. કામરાજે વધુ મજબૂત બનાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મહાત્મા ગાંધીના ઉમેદવાર સીતારામૈયા હાર્યા હતા

કોંગ્રેસે દાવો કર્યો છે કે તેની આંતરિક લોકશાહી અન્ય કોઈપણ પક્ષની બરાબરી નથી અને સંગઠનાત્મક ચૂંટણીઓ માટે કેન્દ્રીય ચૂંટણી સત્તા ધરાવતો એકમાત્ર પક્ષ છે. કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં મહાત્મા ગાંધીના ઉમેદવાર પી. સીતા રામૈયા 1939માં નેતાજી સુભાષચંદ્ર બોઝની સામે હારી ગયા હતા. આઝાદી બાદ 1950માં પહેલીવાર કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાઈ હતી. તે સમયે પુરુષોત્તમ દાસ ટંડન અને આચાર્ય ક્રિપલાણી વચ્ચે મુકાબલો યોજાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, સરદાર વલ્લભભાઈ પટેલના નજીકના ગણાતા પુરુષોત્તમ દાસ ટંડન, વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પસંદગીના ઉમેદવાર સામે ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1977માં દેવકાંત બરુઆના રાજીનામાને કારણે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કે. બ્રહ્માનંદ રેડ્ડીએ સિદ્ધાર્થ શંકર રે અને કરણ સિંહને હરાવ્યા.

Next Article