EDના સકંજામાં NSCN-IM નેતા મુઈવાના સહયોગી, 6.88 કરોડની સંપત્તિ જપ્ત

|

Aug 16, 2021 | 11:45 PM

આ સંપતી સંગઠનના સ્વયંભૂ કર્નલ અને  ખજાનચી રાયીલુંગ નસારંગબે તેમની પત્ની રૂથ ચવાંગ અને ટી મુઈવાના સચિવ અપમ મુઈવાના નામે હતી. ગયા વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેમની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

EDના સકંજામાં NSCN-IM નેતા મુઈવાના સહયોગી, 6.88 કરોડની સંપત્તિ જપ્ત
File Image

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સોમવારે કહ્યું કે તેણે મની લોન્ડરિંગ કેસમાં NSCN-IM નેતા ટી મુવીયા (T Muivah)ની નજીક માનવામાં આવતા એક સહયોગી તેમજ અન્ય એકની  6.88 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. નેશનલિસ્ટ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (NSCN-IM) પ્રતિબંધિત નગા સંગઠન છે અને T Muivah તેના મહામંત્રી છે. આ સંગઠન હાલમાં કેન્દ્ર સરકાર સાથે શાંતિ મંત્રણા કરી રહ્યું છે.

 

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ બેંક બચત, મ્યુચ્યુઅલ ફંડ અને અમુક વીમા પ્રોડક્ટ્સને જપ્ત કરવા માટે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ સંપતી સંગઠનના સ્વયંભૂ કર્નલ અને  ખજાનચી રાયીલુંગ નસારંગબે તેમની પત્ની રૂથ ચવાંગ અને ટી મુઈવાના સચિવ અપમ મુઈવાના નામે હતી. ગયા વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેમની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. EDએ દાવો કર્યો છે કે રાયલુંગ દ્વારા મોટી રકમ એકઠી કરવામાં આવી હતી.

 

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તાજેતરમાં જણાવ્યું હતું કે તેણે બિલ્ડિંગનું નિર્માણ કરતા યુનિટેક ગ્રુપ તેના પ્રમોટરો સંજય ચંદ્રા (Sanjay Chandra) અને અજય ચંદ્રા (Ajay Chandra) સામે મની લોન્ડરિંગ કેસની તપાસમાં લંડન સ્થિત 58.61 કરોડની કિંમતની એક હોટલ પણ જપ્ત કરી છે.

 

 

‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ નામે ઓળખાતી આ હોટલની માલિકી ઈબોર્નશોર્ન લિમિટેડ નામની કંપની પાસેે છે. જે કેર્નૌસ્ટી ગ્રુપની બ્રિટેન સ્થિત સહાયક કંપની છે. EDએ મિલકતને જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જાહેર કર્યો હતો. આ કેસ યુનિટેક ગ્રુપ અને તેના પ્રમોટરો સામે ઘર ખરીદનારાઓ દ્વારા દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)માં  દાખલ કરવામાં આવેલી ઘણી FIR પર આધારિત છે.

 

325 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા

એજન્સીએ અહીં એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ઘર ખરીદનારાઓના 325 કરોડ રૂપિયા કાર્નાસ્ટી ગ્રુપને મોકલવામાં આવ્યા છે. આમાંથી 41.3 કરોડ રૂપિયા કાર્નાસ્ટી ગ્રુપ, ઈન્ડિયા અને ઈનડિઝાઈન એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, સાયપ્રસ મારફતે બ્રિટન મોકલવામાં આવ્યા. આરોપ છે કે આ નાણાંનો ઉપયોગ કાર્નોસ્ટી ગ્રુપ સાથે સંકળાયેલી કંપની કાર્નોસ્ટી મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઈબોનશોર્ન લિમિટેડ, બ્રિટનના શેર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

 

 

આ પણ વાંચો : ભારતે પડોશી દેશો અંગે પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર, અફઘાનિસ્તાન સંકટ પર એનસીપી નેતા પ્રમુખ શરદ પવારનું નિવેદન

Next Article