
લુધિયાણાના એક ઉદ્યોગપતિને સાયબર ચાંચિયાઓએ કરેલ ડિજિટલ એરેસ્ટના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે, દેશના વિભિન્ન રાજ્યોમાં મોટી કાર્યવાહી હાથ ધરી કરી છે. ઈડીના જણાવ્યાનુસાર, ગત 22 ડિસેમ્બર, 2025 ના રોજ, ED એ ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક મહિલાની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી.
Enforcment Directorate (ED) ના જણાવ્યા મુજબ, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, ED એ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ના આધારે ED તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, વિવિધ રાજ્યોમાં આ જ ગેંગ સાથે સંબંધિત સાયબર ક્રાઇમ અને ડિજિટલ ધરપકડના નવ વધારાના કેસ મળી આવ્યા હતા, જે તમામ કેસને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ED તપાસમાં બહાર આવ્યું છે કે CBI અધિકારી બનીને અને નકલી સરકારી અને ન્યાયિક દસ્તાવેજો રજૂ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓએ એસ.પી. ઓસ્વાલને ડરાવીને તેમને વિવિધ ખાતાઓમાં ₹ 7 કરોડ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. આ રકમમાંથી ₹5.24 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે અને પીડિતને પરત કરવામાં આવ્યા છે. બાકીની રકમ મજૂરો અને ડિલિવરી બોય જેવા વ્યક્તિઓના નામે ખોલવામાં આવેલા નકલી અને મ્યુલ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પૈસા તરત જ આ ખાતાઓમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અથવા રોકડમાં ઉપાડવામાં આવ્યા હતા.
EDના જણાવ્યાનુસાર, રૂમી કલિતા નામની એક મહિલા છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા અને રૂપિયા છુપાવવા માટે જવાબદાર હતી. તેણીએ આ મ્યુલ એકાઉન્ટની બેંક વિગતોનો ઉપયોગ કર્યો હતો અને બદલામાં છેતરપિંડીથી મળેલા પૈસાનો એક ભાગ મેળવ્યો હતો. દરોડા દરમિયાન મળેલા પુરાવાઓથી સ્પષ્ટપણે સાબિત થયું કે, રૂમી કલિતા મની લોન્ડરિંગમાં સંડોવાયેલી છે. EDએ 23 ડિસેમ્બર, 2025 ના રોજ PMLA હેઠળ રૂમી કલિતાની ધરપકડ કરી હતી.
ED, Jalandhar Zonal Office has conducted search operations on 22.12.2025 at 11 locations across states of Punjab, Haryana, Rajasthan, Gujarat and Assam under PMLA, 2002 in connection with money laundering investigation related to Digital Arrest case of Shri S. P. Oswal,an eminent… pic.twitter.com/wTQTa3iRVd
— ED (@dir_ed) December 25, 2025
EDએ ગુવાહાટીની CJM કોર્ટમાંથી તેણીના ચાર દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા, ત્યારબાદ રૂમી કલિતાને જલંધરની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને 2 જાન્યુઆરી, 2026 સુધી 10 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલીઆપી હતી. આ કેસમાં અગાઉ 31 જાન્યુઆરી, 2025 ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ઘણા ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. ED એ સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.
દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો