SSC Scam: શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કાર્યવાહી ચાલુ, પાર્થ ચેટર્જી અને અર્પિતાના પરિસર પર ફરી દરોડા પાડવામાં આવ્યા

|

Jul 28, 2022 | 6:47 PM

બુધવારે દરોડામાં EDને અર્પિતા મુખર્જીના (Arpita Mukharjee)ફ્લેટમાંથી 29 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. બુધવારે EDએ ઉત્તર કોલકાતાના બેલઘરિયામાં અભિનેત્રીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા.

SSC Scam:  શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કાર્યવાહી ચાલુ, પાર્થ ચેટર્જી અને અર્પિતાના પરિસર પર ફરી દરોડા પાડવામાં આવ્યા
ફોટોઃ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી
Image Credit source: Tv 9 Bharatvarsh

Follow us on

પશ્ચિમ બંગાળ (West bangal) શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) કાર્યવાહી ચાલુ છે. પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની (Arpita Mukharjee)અલગ-અલગ સંપત્તિઓ પર દરોડા પાડવા માટે EDની 4 ટીમો આજે ફરી પહોંચી છે. બંનેના સ્થળો પર ED સતત દરોડા પાડી રહી છે. અભિનેત્રી અને પાર્થની નજીકના અર્પિતાના બે ઘરોમાંથી EDને અત્યાર સુધીમાં 55 કરોડ રૂપિયાની રોકડ મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખર્જીના બીજા ઘરની તપાસ શરૂ કરી છે. EDના અધિકારીઓ કેન્દ્રીય દળના જવાનો સાથે અર્પિતા મુખર્જીના ચિનાર પાર્ક ફ્લેટ પર પહોંચી ગયા છે.

સર્ચ ઓપરેશન શરૂ કરવા માટે ફ્લેટના તાળા ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને અભિનેત્રી અર્પિતા મુખર્જીના વધુ એક ફ્લેટની જાણ થઈ હતી. આ ફ્લેટ કોલકાતા એરપોર્ટ નજીક ચિનાર પાર્કમાં છે. EDના અધિકારીઓ દરોડા પાડવા માટે આ ફ્લેટ પર પહોંચ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા બુધવારે પણ EDએ અર્પિતાના એક ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. અહીંથી મોટી સંખ્યામાં રોકડ તેમજ સોનાના ઘરેણા મળી આવ્યા હતા.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

અર્પિતા પર EDની કાર્યવાહી ચાલુ છે

 


અર્પિતાની ઘણી જગ્યાએથી કરોડોની રોકડ-ઝવેરાત મળી આવી

જણાવી દઈએ કે 23 જુલાઈની રાત્રે EDની ટીમે અભિનેત્રી અર્પિતા મુખર્જીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 21 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેમાં 2000 અને 500 રૂપિયાની નોટોના બંડલ સામેલ હતા. તપાસ એજન્સી દ્વારા 20 મોબાઈલની સાથે 50 લાખની કિંમતના ઘરેણા પણ મળી આવ્યા છે. પાર્થ ચેટરજીના નજીકના મિત્રના ઘરેથી 60 લાખનું વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. ત્યારથી EDનો દોર ચાલુ છે.

કોલકાતાના ચિનાર પાર્ક ફ્લેટમાં રેડ ચાલુ છે

બુધવારે દરોડામાં EDને અર્પિતાના ફ્લેટમાંથી 29 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. બુધવારે EDએ ઉત્તર કોલકાતાના બેલઘરિયામાં અભિનેત્રીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. વસૂલ કરાયેલી રકમ એટલી મોટી હતી કે તપાસ એજન્સીને તેની ગણતરી માટે મશીન મેળવવું પડ્યું. ઈડીએ 4 મશીન લગાવીને નોટોની ગણતરી પૂર્ણ કરી હતી. પાર્થ ચેટરજીના નજીકના સાથી અર્પિતાના ઘરેથી અત્યાર સુધીમાં 50 કરોડ રોકડ મળી આવી છે, જેમાં પહેલા 21 કરોડ અને પછી લગભગ 30 કરોડનો સમાવેશ થાય છે. હવે ફરી એકવાર EDની કાર્યવાહી ચાલી રહી છે.

Published On - 6:46 pm, Thu, 28 July 22

Next Article