આજકાલથી નહી, 2018થી પૂર્વ જોશીમઠ 10 સેમી ધસી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજથી થયો ખુલાસો

|

Jan 20, 2023 | 9:36 AM

ઉત્તરાખંડનું જોશીમઠ સતત ધસી રહ્યું છે. આ આપત્તિ અણધારી લાગે છે, પણ એવું નથી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો થયો છે કે, જોશીમઠ છેલ્લા ઘણા વર્ષોથી સતત ધસી રહ્યું છે.

આજકાલથી નહી, 2018થી પૂર્વ જોશીમઠ 10 સેમી ધસી રહ્યું છે, સેટેલાઇટ ઈમેજથી થયો ખુલાસો
East Joshimath is sliding 10 cm since 2018
Image Credit source: PTI

Follow us on

વર્ષ 2018 અને 2022 વચ્ચે જોશીમઠની ISRO દ્વારા લેવાયેલ સેટેલાઇટ ઇમેજમાંથી ચોંકાવનારા ખુલાસા થયા છે. સેટેલાઇટ ઇમેજના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, પૂર્વ જોશીમઠ દર વર્ષે લગભગ 10 સેમી ધસી રહ્યું છે. આ ચોકાવનારો અભ્યાસ જોશીમઠના એવા વિસ્તારો તરફ નિર્દેશ કરે છે, જ્યાં છેલ્લા ચાર વર્ષમાં મહત્તમ ઢળતો જોવા મળ્યો છે. શહેરના

આ અભ્યાસ દર્શાવે છે કે, જોશીમઠ શહેરના નીચેના ભાગ વધુ ધસી ગયો છે. જે યુનિટ C તરીકે દર્શાવવામાં આવ્યો છે. જાન્યુઆરી 2021 થી ધસવાનું ઝડપી બન્યું છે. જ્યારે શહેરના ઉપરનો ભાગ દર વર્ષે લઘુત્તમ 2 સેમીનો ધસારો જોવા મળ્યો છે. એવું લાગે છે કે જોશીમઠના પૂર્વ અને પશ્ચિમ ભાગોને છેલ્લા ચાર વર્ષોમાં (2018-2022) ઢાળના ધસારો વધુ જોવા મળ્યો છે.

પૂર્વ ભાગમાં ધસવાનો દર ઊંચો

2018 થી 2022 ના સમયગાળામાં, પૂર્વ ભાગમાં ધસારો દર વધુ છે. જાન્યુઆરીની શરૂઆતમાં ધસારામાં વધારો થયા બાદ, ઉત્તરાખંડ રાજ્ય સરકારને લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા કોમર્શિયલ સ્ટ્રક્ચર્સનું આયોજિત ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

22 ડિસેમ્બર પછી ભૂસ્ખલન વધુ તીવ્ર બન્યું

વિશ્લેષણમાં જણાવાયું છે કે જોશીમઠ શહેરના પૂર્વ, પશ્ચિમ અને નીચલા ભાગોમાં 22 ડિસેમ્બરથી ધસવાનો દર ઝડપી થયો છે, પરંતુ ત્યારથી શહેર કેટલું ધસી ગયું છે, તેનો કોઈ ડેટા આપ્યો નથી. જોશીમઠના રહેવાસીઓએ તેમના ઘરોમાં તિરાડો દેખાવાનું શરૂ થયુ ત્યારે ડિસેમ્બરના મધ્યભાગથી તેમનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો.

જોશીમઠમાં ભૂસ્ખલન ઝડપથી વધ્યું

ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (IIRS)ના બે અહેવાલો અનુસાર, જોશીમઠમાં ભૂસ્ખલન ઝડપથી વધ્યું, ખાસ કરીને 27 ડિસેમ્બર અને 8 જાન્યુઆરી વચ્ચેના 13 દિવસના સમયગાળામાં જ્યારે શહેરનું ધસવાનું પ્રમાણ ઘટી ગયું. આ સમયગાળા દરમિયાન 5.4 સેમી ધસારો જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર જોશીમઠમાં એપ્રિલ અને નવેમ્બર 2022 વચ્ચે સાત મહિનાના ગાળામાં 8.9 સેમીનો ધીમો ધસારો જોવા મળ્યો હતો. જ્યારે, જુલાઈ 2020 થી માર્ચ 2022 ની વચ્ચે, 6.6 સેમી સુધીનો ધસારો જોવા મળ્યો હતો.

 

Next Article