દેશના ઘણા ભાગોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 હતી તીવ્રતા

|

Oct 19, 2022 | 5:11 PM

બિહારના (Bihar) પટના, ગોપાલગંજ, સીતામઢી, મુઝફ્ફરપુર, પૂર્ણિયા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં કાઠમંડુથી 66 કિમી પૂર્વમાં હતું.

દેશના ઘણા ભાગોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 હતી તીવ્રતા
Earthquake in Bihar

Follow us on

બિહારના (Bihar) ઘણા વિસ્તારોમાં ભૂકંપના (Earthquake) હળવા આંચકા અનુભવાયા છે. અહીં લગભગ 2 વાગીને 52-53 મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પટના, ગોપાલગંજ, સીતામઢી, મુઝફ્ફરપુર, પૂર્ણિયા સહિત નેપાળને અડીને આવેલા અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે યુપીના ગોરખપુર સહિત અનેક જિલ્લાઓમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. દેશના કેટલાક ભાગમાં ભૂકંપનો આંચકો એટલા હળવો હતો કે મોટાભાગના લોકોને તેનો ખ્યાલ પણ ન આવ્યો. બપોરે 2 વાગીને 52 મિનિટ અને 44 સેકન્ડ પર ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળ કાઠમંડુથી 66 કિમી પૂર્વમાં હતું. આ જ કારણ છે કે પટનામાં હળવા આંચકા અનુભવાયા છે. જ્યારે નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં પણ હળવા આંચકા અનુભવાયા છે.

પશ્ચિમ ચંપારણમાં બે વખત લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. અત્યાર સુધી ક્યાંયથી પણ કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર મળ્યા નથી, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં કાઠમંડુથી 66 કિમી પૂર્વમાં હતું. શોકવેબ ઓછા સમય માટે હતો. જેથી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઘણા સમય પછી તેઓ ઘરે પરત ફર્યા હતા.

ભૂકંપના આંચકા આવે ત્યારે શું કરવું

ધ્રુજારીના આંચકા અનુભવતાની સાથે જ તમારા ઘર-ઓફિસમાંથી બહાર નીકળી જાવ. આ દરમિયાન વૃક્ષો, ઈલેક્ટ્રીક થાંભલા અને મોટી ઈમારતોની નજીક ન જાવ. એપાર્ટમેન્ટ અને ઓફિસમાંથી બહાર નીકળવા માટે લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. સીડીઓથી જ નીચે પહોંચો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બારીઓ, કબાટ, પંખાથી દૂર રહો

જો તમે બહાર જવાની સ્થિતિમાં નથી, તો એવી જગ્યા શોધો કે જેના નીચે તમે છુપાઈ શકો અને પોતાને બચાવી શકો. આ દરમિયાન બારી, કબાટ, પંખાથી દૂર રહો. ટેબલ, પલંગ, ડેસ્ક જેવા મજબૂત ફર્નિચરની નીચે જાઓ અને તેને મજબૂત રીતે પકડી રાખો. જો તમારી પાસે કોઈ મજબૂત વસ્તુ ન હોય તો શરીરના સંવેદનશીલ ભાગ જેવા કે માથું, હાથ વગેરેને કોઈ જાડી ચોપડી અથવા કોઈ મજબૂત વસ્તુથી ઢાંકી દો અને મજબૂત દિવાલને અડીને તમારા ઘૂંટણ પર બેસી જાઓ.

Next Article