Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેલિફોર્નિયાથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી, 12 કલાકમાં આ સ્થળોએ નોંધાયા ભૂકંપના આંચકા

છેલ્લા બે દિવસમાં ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ગઈકાલે રાત્રે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. રાજસ્થાનના પાલીમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા ભારતમાં જ નહીં વિદેશમાં પણ અનુભવાયા હતા. ન્યુયોર્ક અને નોર્ધન ન્યુ જર્સી તેમજ નોર્ધન કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કેલિફોર્નિયાથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી, 12 કલાકમાં આ સ્થળોએ નોંધાયા ભૂકંપના આંચકા
Earthquake
Follow Us:
| Updated on: Apr 06, 2024 | 9:34 AM

વિશ્વના અનેક દેશોમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. ગયા ગુરુવાર અને શુક્રવારે ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવાર, 5 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ રાત્રે લગભગ 11 વાગે આવ્યો હતો. મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે કિશ્તવાડમાં ખળભળાટ મચી ગયો હતો. રાત્રે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

આ સિવાય રાજસ્થાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં પાલીમાં બપોરે લગભગ 1.29 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 3.7 આસપાસ માપવામાં આવી છે. મોડી રાત્રે અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. લોકો ભયના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, અહીં પણ કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ સિવાય ગુરુવારે રાત્રે હિમાચલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ન્યુયોર્ક અને ન્યુ જર્સીમાં ભૂકંપના આંચકા

ન્યૂયોર્ક સિટી અને નોર્ધન ન્યૂ જર્સીની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ ન્યુ જર્સીમાં ભૂકંપની તીવ્રતા 4.0 હતી. અહીંના અનેક વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાની કે ઇજા થઇ નથી. પરંતુ લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

ઉત્તરી કેલિફોર્નિયામાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ

ઉત્તરી કેલિફોર્નિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ભૂકંપ એક કે બે વાર નહીં પરંતુ અલગ-અલગ સમયે 7 વાર ભૂકંપ આવ્યો હતો. એક પછી એક આવતા ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા છે. પોતાનો જીવ બચાવવા લોકો ઘરની બહાર નીકળીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. જોકે, અહીં પણ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.શુક્રવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી.

તાઈવાનમાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી

થોડા દિવસો પહેલા જ તાઈવાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકાથી લોકો ખૂબ જ ડરી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષમાં તાઈવાનમાં આવો ખતરનાક ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. તેમને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">