Earthquake Breaking News: મણિપુરના ઉખરુલમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.1 ની તીવ્રતા

મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 20 કિલોમીટર હતી. આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake Breaking News: મણિપુરના ઉખરુલમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.1 ની તીવ્રતા
earthquake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 7:20 AM

મણિપુરમાં સોમવારે રાત્રે 11.01 કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે 21 જુલાઈએ ઉખરુલ જિલ્લામાં 3.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 20 કિલોમીટર હતી. આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આંદામાન સમુદ્રમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ

દરમિયાન મંગળવારે આંદામાન સમુદ્રમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે 3.39 વાગ્યે આવ્યો હતો અને તે 93 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. સોમવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં 4.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. NCS, જે દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી છે, તેણે કહ્યું કે ભૂકંપ 70 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.

NCS અનુસાર, મંગળવારે વહેલી સવારે આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 93 કિમી હતી. આ ભૂકંપ 3:29 મિનિટ 30 સેકન્ડ પર આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">