દુશ્મનોને આકાશથી આકાશ અને ધરતીમાંજ ધરબી દેવા ફ્રાંસથી ભારત આવવા ઉડ્યા 5 રાફેલ,29 તારીખે ભારત પહોચશે,ભારતીય વાયુસેનાની આન-બાન અને શાનમાં વધુ એક શિરમોર

|

Jul 27, 2020 | 7:32 AM

ભારતીય વાયુ સેનાની શક્તિમાં વધારો કરવા પાંચ રાફેલ યુદ્ધ વિમાનો આજે ફ્રાન્સથી ઉડ્યા છે. આ પાંચ વિમાનો 29 તારીખે ભારત પહોંચશે. આ વિમાનો હરિયાણા ખાતે અંબાલા એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે. 29 જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને 20 ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે, ભારતીય વાયુસેનાના […]

દુશ્મનોને આકાશથી આકાશ અને ધરતીમાંજ ધરબી દેવા ફ્રાંસથી ભારત આવવા ઉડ્યા 5 રાફેલ,29 તારીખે ભારત પહોચશે,ભારતીય વાયુસેનાની આન-બાન અને શાનમાં વધુ એક શિરમોર
http://tv9gujarati.in/dushmano-ne-aaks…he-5-rafel-viman/

Follow us on

ભારતીય વાયુ સેનાની શક્તિમાં વધારો કરવા પાંચ રાફેલ યુદ્ધ વિમાનો આજે ફ્રાન્સથી ઉડ્યા છે. આ પાંચ વિમાનો 29 તારીખે ભારત પહોંચશે. આ વિમાનો હરિયાણા ખાતે અંબાલા એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે. 29 જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને 20 ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે.

ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે, ભારતીય વાયુસેનાના ઓફિસરોએ રાફેલની ટેકનિકલ બાબતોને સમજવા માટે તેની વ્યાપક તાલિમ લીધી છે. એરફોર્સના અધિકારીઓએ આ ફાઇટર વિમાનની ઉચ્ચ મારક ક્ષમતાનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે અને તે કામ કરવા માટે તૈયાર છે. વાયુસેના પ્રમાણે રાફેલ આવતા પ્રયાસ કરવામાં આવશે કે વિમાનને જલદીમાં જલદી ઓપરેશન લેવલ સુધી લાવવામાં આવે, એટલે કે આ વિમાનનો અલગ-અલગ ઉદ્દેશ્ય સાથે ઉપયોગ કરવામાં આવે.

મહત્વનું છે કે ભારતને ફ્રાન્સ પાસેથી આગામી બે વર્ષમાં બે સ્ક્વાડ્રનમાં 36 રાફેલ વિમાન મળવાના છે. એરફોર્સના સૂત્રો પ્રમાણે પ્રથમ સ્ક્વાડ્રન અંબાલા બેઝથી પશ્ચિમી કમાન માટે કામ કરશે તો બીજા સ્ક્વાડ્રનની તૈનાતી પશ્ચિમ બંગાળના હાશીમારા એરફોર્સ સ્ટેશનમાં કરવામાં આવશે, જેથી પૂર્વી છેડા પર ચીનના કોઈપણ ખતરાનો સામનો કરી શકાય.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાફેલ લડાકૂ વિમાનમાં ભારતની જરૂરીયાત પ્રમાણે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેની ખાસિયતો પર એરફોર્સના અધિકારીઓને વિશેષ રૂપથી તાલીમ આપવામાં આવી છે. તેમને ન માત્ર તેની ઓપરેશનલ જાણકારી આપવામાં આવી છે પરંતુ જાળવણી અને સમારકામ વિશે પણ જણાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ભારત સરકારે 2016માં ફ્રાન્સ સરકાર પાસેથી 59000 કરોડની મોટી રકમના સોદામાં 36 રાફેલ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. તેને લઈને દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. વિપક્ષે સરકાર પર આંતરરાષ્ટ્રીય બજારથી વધુ કિંમતો પર વિમાન ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.

Published On - 6:54 am, Mon, 27 July 20

Next Article