નોરુ ચક્રવાતને કારણે ગુજરાતમાં પલટાયુ વાતાવરણ, આ રાજ્યોમાં છે ભારે વરસાદની આગાહી

|

Oct 06, 2022 | 12:13 PM

નોરુ વાવાઝોડાને પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, મેઘાલય, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે, તો ગુજરાતમાં પણ કેટલાક સ્થળે વરસાદ નોંધાયો હતો. ગઈકાલથી દેશના કેટલાક રાજ્યોમાં વરસેલા વરસાદથી વહેલા રવી વાવણી કરતા રાજ્યોના ખેડૂતોને રાહત થશે, જ્યારે શાકભાજી અને ફૂલોની ખેતી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે.

નોરુ ચક્રવાતને કારણે ગુજરાતમાં પલટાયુ વાતાવરણ, આ રાજ્યોમાં છે ભારે વરસાદની આગાહી
Impact of typhoon Noru
Image Credit source: IMD

Follow us on

દેશના અનેક રાજ્યોમાં દશેરા પર હળવો વરસાદ થયો હતો. જેના કારણે દુર્ગા પૂજા વિસર્જન અને રાવણ દહનના કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો હતો. નોરુ વાવાઝોડાને (Cyclone Noru) કારણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભેજ વધવાથી વરસાદ થઈ રહ્યો છે. નોરુ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો (weather Change) ઑક્ટોબરના મધ્ય સુધી ચાલુ રહેવાની ધારણા છે.

નોરુ વાવાઝોડાને કારણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું પુરુ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર યથાવત છે. ટર્ફ લાઈન આંધ્ર પ્રદેશના લો પ્રેશરવાળા વિસ્તારથી પર બીજા ચક્રવાત સુધી પસાર થઈ રહી છે. જેના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી અસર જોવા મળશે. ગઈકાલથી વરસી રહેલા વરસાદને કારણે વહેલા રવી વાવણી કરતા રાજ્યોના ખેડૂતોને રાહત થશે, તો બીજીબાજુ શાકભાજી અને ફૂલોની ખેતી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે.

યુપી અને ઉત્તરાખંડ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી યુપી અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે યુપી અને ઉત્તરાખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 7-8 ઓક્ટોબરના રોજ, ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે યુપીમાં આગામી બેથી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

20 રાજ્યો માટે યલો એલર્ટ

હવામાન વિભાગે દેશના 20 રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરેલા રાજ્યોમાં, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

બુધવારે અહીં વરસાદ પડ્યો હતો

  • ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, મેઘાલય, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. તો ગુજરાતમાં પણ કેટલાક સ્થળે વરસાદ નોંધાયો હતો.
  • ઉત્તરપૂર્વ ભારત, બિહાર, ઝારખંડ, પેટા હિમાલય, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને કેરળમાં છૂટોછવાયો વરસાદ થયો.
  • તમિલનાડુ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ અને કોંકણ અને ગોવામાં હળવો વરસાદ નોંધાયો હતો.
Next Article