President Election Result: દ્રોપર્દી મુર્મુ બન્યા દેશના નવા રાષ્ટ્રપતિ, 25 જુલાઈએ લેશે શપથ

|

Jul 21, 2022 | 8:24 PM

President Election Result: દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી, જ્યારથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને પછી અન્ય ઘણી રાજ્ય સરકારો અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું.

President Election Result: દ્રોપર્દી મુર્મુ બન્યા દેશના નવા રાષ્ટ્રપતિ, 25 જુલાઈએ લેશે શપથ
Draupadi Murmu
Image Credit source: File Image

Follow us on

President Election Result: દેશના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે. તેઓ દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા છે. ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ મુર્મુની જીત થઈ છે. NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનેએ ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેમણે વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાને ખૂબ જ સરળ મુકાબલામાં હરાવ્યા હતા. દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી, જ્યારથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને પછી અન્ય ઘણી રાજ્ય સરકારો અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું. હવે ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ નવા પ્રમુખના ખાતામાં અનેક નવા રેકોર્ડ્સ સામેલ થયા છે.

તમને જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. રાજ્યપાલનું પદ સંભાળતા પહેલા દ્રૌપદી મુર્મુ ભાજપના એસ.ટી.  મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચુક્યા છે.

કેવી રહી દ્રોપદી મુર્મુની રાજકીય કારકિર્દી

64 વર્ષીય દ્રોપદી મુર્મુ 2017ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પણ આ પદ માટે પ્રબળ દાવેદાર હતા. પરંતુ આ પ્રસંગે, બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદની પસંદગી કરવામાં આવી હતી. દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા, મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.

મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે 6 માર્ચ, 2000 થી ઑગસ્ટ 6, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને 6 ઓગસ્ટ, 2002 થી 16 મે 2004 સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો.

વર્ષ 2007 માં, તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કાર પણ એનાયત કરવામાં  આવ્યો હતો. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું.

Published On - 7:44 pm, Thu, 21 July 22

Next Article