અટારી બોર્ડર પાસે દેખાયું ‘ડ્રોન’, BSF જવાનોએ કર્યો ગોળીબાર

|

Aug 19, 2022 | 9:33 AM

અટારીના મુહાવા ગામમાં ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. એલર્ટ બીએસએફ(bsf)ના જવાનોએ તરત જ ડ્રોન પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન(Pakistan) તરફ ગયું.

અટારી બોર્ડર પાસે દેખાયું ડ્રોન, BSF જવાનોએ કર્યો ગોળીબાર
'Drone' seen near Attari border, BSF personnel fired

Follow us on

પંજાબની ભારત-પાક બોર્ડર (India Pakistan Border) પાસે ફરી એકવાર ડ્રોન (Drone)ની ગતિવિધિ જોવા મળી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ પંજાબના અટારી વિસ્તારમાં બોર્ડર પાસે ડ્રોનની હિલચાલ જોઈ, ત્યારપછી તેના પર સતત ફાયરિંગ કરવામાં આવ્યું. બીએસએફ(BSF)ના ફાયરિંગ બાદ ડ્રોન પાકિસ્તાન તરફ ગયું હતું. આ શંકાસ્પદ ગતિવિધિની જાણ થતાં જ જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અટારીના મુહાવા ગામમાં ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. એલર્ટ બીએસએફ જવાનોએ ડ્રોનને જોતા જ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું જે બાદ ડ્રોન પાકિસ્તાન તરફ જતુ રહ્યુ હતું.

નોંધનીય છે કે આ દિવસોમાં ભારત-પાક બોર્ડર પાસે ઘણી ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી રહી છે. 17 ઓગસ્ટના રોજ, જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારમાં કેટલાક રહેવાસીઓએ શંકાસ્પદ ડ્રોનની હિલચાલની જાણ કરી હતી, જેના પગલે અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે મરહીનના હાંડી-ચક વિસ્તારના રહેવાસીઓએ બુધવારે રાત્રે શંકાસ્પદ ડ્રોનની હિલચાલની જાણ કરી હતી. જો કે સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

NIAએ ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

તે જ સમયે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન દ્વારા શસ્ત્રો છોડવાની તેની તપાસના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) દ્વારા શસ્ત્રો, દારૂગોળાનો જથ્થો છોડવા માટે ડ્રોનના ઉપયોગના સંદર્ભમાં જમ્મુ, શ્રીનગર, કઠુઆ, સાંબા અને ડોડા જિલ્લામાં આઠ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, TRF લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TRF પાકિસ્તાની આકાઓના ઈશારે કામ કરે છે

ફેડરલ એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે TRF આતંકવાદીઓ પાકિસ્તાની આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે. NIAએ કહ્યું, “આજે હાથ ધરવામાં આવેલી શોધમાં વિવિધ ગુનાહિત સામગ્રી, ડિજિટલ સાધનો અને દસ્તાવેજો મળી આવ્યા છે.” જ્યારે NIAએ 30 જુલાઈએ ફરી કેસ નોંધ્યો હતો.

Published On - 9:33 am, Fri, 19 August 22

Next Article