પેશાબ કાંડ બાદ ફ્લાઈટમાં દારૂ પીવા પર પ્રતિબંધ લાગશે? જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો

|

Feb 07, 2023 | 1:06 PM

ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા સહ-યાત્રીએ, શંકર મિશ્રા નામના નશામાં ધૂત પેસેન્જર પર પેશાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આ ઘટનાની માહિતી આપતાં મામલો ગરમાયો હતો.

પેશાબ કાંડ બાદ ફ્લાઈટમાં દારૂ પીવા પર પ્રતિબંધ લાગશે? જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો
International Flight - File Photo

Follow us on

વિદેશ પ્રવાસ દરમિયાન પ્લેનમાં પેશાબ કાંડ જેવી ઘટનાઓ પછી પણ ફ્લાઈટમાં દારૂ અંગેની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે તે વિમાનમાં આલ્કોહોલને લઈને તેની નીતિમાં કોઈ ફેરફાર કરવા જઈ રહ્યું નથી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં આપ્યો જવાબ

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે સોમવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, પેશાબ કૌભાંડને લઈને એરલાઈન્સ અને નાગરિક ઉડ્ડયન દ્વારા રચાયેલી આંતરિક સમિતિ અને અન્ય બાબતો જરૂરીયાત મૂજબ એર ટ્રાન્સપોર્ટના સેક્શન-3 મુજબ, ગયા વર્ષે કુલ 63 મુસાફરોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા.

આ કારણોથી મુસાફરોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવે છે

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નો-ફ્લાય લિસ્ટમાં રાખવામાં આવેલા મોટાભાગના મુસાફરો એવા છે કે જેમણે મુસાફરી દરમિયાન માસ્ક પહેર્યા ન હતા અથવા ક્રૂ મેમ્બર્સને કોઈપણ રીતે સહકાર આપી રહ્યા ન હતા. CARની જોગવાઈ અનુસાર, જ્યારે કોઈ મુસાફરને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવે છે, ત્યારે તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી પણ તેમાં સામેલ કરવામાં આવે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચો : Air India મા પ્રકાશમાં આવેલા પેશાબકાંડે દારૂની નીતિ ચેન્જ કરવા મજબૂર કર્યા, વાંચો હવે કઈ રીતે ફ્લાઈટમાં મળશે દારૂ

માસ્ક પહેર્યા વગરના લોકો નો-ફ્લાય લિસ્ટમાં સૌથી વધુ

જેમ કે, તે કઈ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો, શું મામલો હતો, તેની ઓળખ સંબંધિત દસ્તાવેજો, તે કયા સેક્ટરનો છે, પ્રતિબંધનો સમયગાળો વગેરે બાબતો લખેલી રાખવામાં આવી છે. નો ફ્લાય લિસ્ટમાં સૌથી વધુ એવા લોકો હતા જેમણે માસ્ક પહેર્યા ન હતા અથવા ક્રૂ મેમ્બર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનો ઈનકાર કર્યો હતો.

એર ઈન્ડિયા પેશાબ કાંડ શું હતું ?

ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા સહ-યાત્રીએ, શંકર મિશ્રા નામના નશામાં ધૂત પેસેન્જર પર પેશાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આ ઘટનાની માહિતી આપતાં મામલો ગરમાયો હતો. આ પછી, ઘટનાની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી અને શંકર મિશ્રા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Published On - 1:06 pm, Tue, 7 February 23

Next Article