હૈદરાબાદ નજીકથી ડીઆરઆઇએ 25 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કર્યા

|

Mar 25, 2021 | 2:08 PM

ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે હૈદરાબાદ નજીકથી 25 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. આ સોનાને એસયુવીના પોલાણ કરીને છુપાવવામાં આવ્યું હતું. આ સોનાને છુપાવવા માટે વપરાયેલી 25 લાખની કાર અને 11. 63 કરોડના 25 કિલો સોનાને કસ્ટમ્સ એક્ટ- 1962 હેઠળ કબજે કરવામા આવ્યા છે.

હૈદરાબાદ નજીકથી ડીઆરઆઇએ 25 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કર્યા
DRI Hydarabad seized Gold

Follow us on

ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે ડીઆઈઆર- હૈદરાબાદ ઝોનલ યુનિટ (એચઝેડયુ)ના અધિકારીઓએ વિજયવાડા-હૈદરાબાદ હાઇવે પર દેખરેખ ગોઠવી હતી અને 23 માર્ચ 2021ના રોજ વહેલી સવારે હૈદરાબાદથી લગભગ 55 કિલોમીટર દૂર પાંથંગી ટોલ પ્લાઝા પર એક ઇસુઝૂ  કાર (એસયુવી) અટકાવી હતી. અસમની નોંધણી ધરાવતી એસયુવીએ ગુવાહાટીથી હૈદરાબાદ સુધી 2500 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો હતો.

જયારે આ કારની વિગતવાર તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી Gold ના બિસ્કિટ મળી આવ્યા હતા. જેમાં કારની અંદર ખાસ બનાવેલા પોલાણમાંથી હીરેયસ, સુઇસ, મેલ્ટર એસિઅર અને વાલ્કાંબી નામની ચાર જુદી જુદી કંપનીના 25 કિલોગ્રામ વિદેશી માર્કના Gold ના બિસ્કિટ મળી આવ્યા હતા. જેમાં આગળની સીટ પેસેન્જરનો જીવ બચાવતી એરબેગને દૂર કરીને તેમા સોનાને છુપાવવામાં આવ્યું હતું અને આ પોલાણનો ઉપયોગ સોનાને છુપાવવા માટે કરવામાં આવ્યો હતો. તેમજ તપાસ દરમિયાન કોઈ શંકા ન થાય તે માટે ફેવિસ્ટિકનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક પોલાણને સીલ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દાણચોરી કરાયેલ વિદેશી માર્કવાળું સોનું હૈદરાબાદમાં પહોંચાડવા માટે અસમના ગુવાહાટીમાં સોંપવામાં આવ્યું હતું. આ સોનાને છુપાવવા માટે વપરાયેલી 25 લાખની કાર અને 11. 63 કરોડના 25 કિલો સોનાને કસ્ટમ્સ એક્ટ- 1962 હેઠળ કબજે કરવામા આવ્યા છે. આ કારમાં મુસાફરી કરી રહેલા અને Gold ની દાણચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કેસની આગળની તપાસ ચાલુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ ઉપરાંત સમગ્ર દેશમાં સોનાની દાણચોરી આજકાલ અલગ અલગ રીતે વધી રહી છે. જેમાં પણ હવાઈ માર્ગે સોનાની દાણચોરી વધી રહી છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના લીધે હવાઇ પ્રતિબંધથી તેના પર રોક લાગી હતી. જો કે થોડા સમય બાદ હવાઈ પ્રતિબંધ હળવા કરાતા ફરી એક વાર સોનાની દાણચોરી વધી રહી છે. જેના પગલે ડીઆરઇ અને કસ્ટમ જેવી એજન્સી તેની પર બાજ નજર રાખી રહી છે.

આ ઉપરાંત સોનાની દાણચોરી માટે સોના ઉપરની વધેલી આયાતજકાતને કારણે વિશ્વબજારમાં સોનાની કિંમત અને ઘરઆંગણાની સોનાની કિંમતમાં જેટલો તફાવત વધે તેટલું દાણચોરીથી સોનું લાવવા માટેનું આકર્ષણ વધે છે. તેમજ તેના લીધે લોકો સોનાની દાણચોરી કરીને ઝડપની નાણાં કમાવવાની લાલચમાં તેમાં સામેલ થાય છે.

Published On - 7:29 pm, Wed, 24 March 21

Next Article