PRALAY : DRDOએ સ્વદેશમાં જ વિકસિત નવી પેઢીની મિસાઈલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ, જાણો શું છે ખાસિયત

|

Dec 22, 2021 | 11:35 PM

Pralay Missile : આ મિસાઈલની રેન્જ ક્ષમતા 150-500 કિમી છે અને તેના મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે.

PRALAY : DRDOએ સ્વદેશમાં જ વિકસિત નવી પેઢીની મિસાઈલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ, જાણો શું છે ખાસિયત
DRDO successfully tests domestically developed new generation missile 'Pralay'

Follow us on

ORISSA : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સ્વદેશમાં જ વિકસિત સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી મિસાઈલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ 22 ડિસેમ્બર 2021ના રોજ ઓડિશા તટ પર ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી કર્યુ. પરીક્ષણ દરમિયાન તેણે પોતાના તમામ લક્ષ્યો પાર પાડ્યા છે. પ્રલય મિસાઈલે ઈચ્છિત અર્ધ બેલિસ્ટિક પ્રક્ષેપકનું અનુસરણ કર્યુ અને તેણે નિયંત્રણ, માર્ગદર્શન તથા મિશન અલ્ગોરિધમને પ્રમાણિત કરીને પૂર્ણ ચોક્સાઈ સાથે નિર્દિષ્ટ લક્ષ્યને હાંસલ કર્યુ.

પરીક્ષણના સમયે તમામ ઉપ-પ્રણાલિઓએ સંતોષજનક પ્રદર્શન કર્યુ. ડાઉન રેન્જના જહાજો સહિત પૂર્વ તટ પર કેન્દ્રબિંદુ પાસે તહેનાત તમામ સેન્સરોએ મિસાઈલ પ્રક્ષેપકની ચકાસણી કરી અને તમામ ઘટનાઓને કેપ્ચર કરી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પ્રલય મિસાઈલ નક્કર પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અનેક નવી ટેકનીકોથી સંચાલિત થાય છે. આ મિસાઈલની રેન્જ ક્ષમતા 150-500 કિમી છે અને તેના મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે. પ્રલય મિસાઈલ ગાઈડન્સ પ્રણાલીમાં અત્યાધુનિક નેવિગેશન અને એકીકૃત એવિઓનિક્સ પ્રણાલી સામેલ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ મિસાઈલના પ્રથમ સફળ પરીક્ષણ માટે DRDO તેમજ સંબંધિત ટીમોને અભિનંદન આપ્યા હતા. તેમણે ઝડપથી વિકાસ અને સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી આધુનિક મિસાઈલના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓની પ્રશંસા કરી.

DRDOના સચિવ તથા DRDOના અધ્યક્ષ ડૉ. જી. સતીષ રેડ્ડીએ ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે આ આધુનિક ટેકનિકોથી સજ્જ સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી નવી પેઢીની મિસાઈલ છે. તેમણે કહ્યું કે આ હથિયારને સૈન્ય પ્રણાલીમાં સામેલ કરવાથી સશસ્ત્ર દળોને આવશ્યક પ્રોત્સાહન મળશે.

Next Article