DRDO એ આકાશ-NG મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ત્રણ દિવસમાં બીજી સફળતા, વાયુસેનાની તાકાતમાં વધારો થશે

|

Jul 24, 2021 | 11:54 AM

નવી જનરેશનની આકાશ મિસાઇલ (Akash NG))નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ હાઇ-સ્પીડ વાળા માનવરહિત લક્ષ્યને નાશ કરવા માટે કરવામાં આવ્યું

DRDO એ આકાશ-NG મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ત્રણ દિવસમાં બીજી સફળતા, વાયુસેનાની તાકાતમાં વધારો થશે
DRDO successfully tests Akash-NG missile, second successful test in three days, will increase air force strength

Follow us on

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા 23 જુલાઇ 2021ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે આવેલી એકીકૃત પરીક્ષણ રેન્જ પરથી નવી જનરેશનની આકાશ મિસાઇલ (Akash NG))નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ હાઇસ્પીડ વાળા માનવરહિત લક્ષ્યને નાશ કરવા માટે કરવામાં આવ્યું હતું, જેને મિસાઇલે સફળતાપૂર્વક અવરોધી લીધું હતું. આ ઉડાન પરીક્ષણથી સ્વદેશી મલ્ટીફંકશન રડાર અને કમાન્ડ, કંટ્રોલ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ (Control and Communication System) સાથે મિસાઇલથી સજ્જ સંપૂર્ણ શસ્ત્ર સિસ્ટમને કામકાજ કરવાની માન્યતા મળી છે. આ શસ્ત્ર સિસ્ટમનું ખરાબ હવામાનની સ્થિતિમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેથી દરેક ઋતુમાં આ શસ્ત્ર સિસ્ટમ કામ કરવા માટે સજ્જ હોવાનું સિદ્ધ થાય છે.

ચાંદીપુર સ્થિત ITR દ્વારા તૈનાત અનેક રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ડેટાના માધ્યમથી આ શસ્ત્ર પ્રણાલીના પ્રદર્શનને માન્ય કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ આ પરીક્ષણની સાક્ષી બની હતી21 જુલાઇ 2021ના રોજ, સીકર વગરની મિસાઇલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મિશનની તમામ આવશ્યકતાઓ પૂરી થઇ હતી.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ત્રણ દિવસના અંતરાલમાં આકાશ-NGના બીજા સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO, ભારતીય વાયુસેના અને ઉદ્યોગજગતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમનો વિકાસ ભારતીય વાયુસેનાની વાયુ સરંક્ષણ ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વૃધ્ધિ કરનારું સાબિત થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. સતિષ રેડ્ડીએ આકાશ-NGના સફળ પરીક્ષણ બદલ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. આ મિસાઇલ હાઇસ્પીડ વાળા અને અતિ ચપળ હવાઇ જોખમોને અવરોધવા માટે સક્ષમ છે.

Published On - 11:53 am, Sat, 24 July 21

Next Article