DRDOએ લોન્ચ કર્યું બાયોડિગ્રેડેબલ પેકેજિંગ બેગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ટકાઉ વિકલ્પ

|

Jul 16, 2021 | 9:57 PM

ડીઆરડીઓએ જણાવ્યું કે, બેગ દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. આ બેગ ત્રણ મહિનામાં કુદરતી રીતે વિઘટિત કરી શકે છે અને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડશે નહીં.

DRDOએ લોન્ચ કર્યું બાયોડિગ્રેડેબલ પેકેજિંગ બેગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ટકાઉ વિકલ્પ
DRDO launches biodegradable packaging bag

Follow us on

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) એ શુક્રવારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના હેતુથી બાયોડિગ્રેડેબલ પેકેજિંગ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. DRDOએ આ ઇકો ફ્રેન્ડલી પેકેજીંગ બેગને પ્રાકૃતિક અને પ્લાન્ટ આધારિત ફૂડ ગ્રેડ મટિરિયલ્સમાંથી બનાવી છે. DRDOએ આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી અને ઇકોલેસ્ટિક પ્રાઈવેટ લિમિટેડની ભાગીદારીમાં આ બેગ વિકસાવી છે.

ડીઆરડીઓ અને ઇકોલેસ્ટીક પ્રાઈવેટ લિમિટેડએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેગ દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. આ બેગ ત્રણ મહિનામાં કુદરતી રીતે વિઘટિત કરી શકે છે અને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પેટ્રોકેમિકલ્સમાંથી બનેલી પ્લાસ્ટિકની થેલીઓને સડવામાં વર્ષોનો સમય લાગે છે. તે પર્યાવરણ માટે પણ ખૂબ નુકસાનકારક છે. તેની તુલનામાં, આ બેગ વધુ ટકાઉ, સસ્તુ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક માટે એક ઉત્તમ વિકલ્પ છે.

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા ડીઆરડીઓના એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) ના ડાયરેક્ટર રામ મનોહર બાબુએ કહ્યું કે, તેમને ઇકોલાસ્ટિંગ પેકેજિંગ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં ખૂબ ગર્વ છે. તેમણે કહ્યું, ભારત સરકારે 2022 સુધીમાં દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. અને આ બાયોડિગ્રેડેબલ પેકિંગ બેગ અમને તે દિશામાં મદદ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મીડિયાને સંબોધન કરતાં ચીફ સાયન્ટિસ્ટ ડો.વીરા ભ્રમે જણાવ્યું હતું કે, આ પ્રોડકટ ઘણાં પરીક્ષણો બાદ અને યોગ્ય ફોર્મ્યુલા પર પહોંચ્યા પછી લોન્ચ કરવામાં આવી છે. તેમની ક્ષમતા અને કુદરતી સડો જેવા પરિબળોની કાળજી લીધી છે. આ પછી જ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સૌથી ટકાઉ ઉત્પાદન બન્યું છે. આ બેગ દ્વારા એક પણ પ્રાણીને નુકસાન થશે નહીં.

 

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો

આ પણ વાંચો: Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ
Next Article