વિજયોત્સવ ના મનાવશો, રાજ્યમાં હિંસા રોકો- મમતા દીદીની સરકારને કેન્દ્રિય ચૂંટણી પંચની તાકીદ

|

Oct 03, 2021 | 2:45 PM

Result of Bhawanipur by-election constituencyચૂંટણી પંચ દ્વારા બંગાળ સરકારને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણી માટે મતગણતરી દરમિયાન અથવા પરિણામ જાહેર થયા બાદ કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવી જોઈએ.

વિજયોત્સવ ના મનાવશો, રાજ્યમાં હિંસા રોકો- મમતા દીદીની સરકારને કેન્દ્રિય ચૂંટણી પંચની તાકીદ
Mamata Banerjee (File Image)

Follow us on

Mamata Banerjee wins West Bengal by-election પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો સંપૂર્ણ જાહેર થાય તે પહેલા ચૂંટણી પંચે મમતા સરકારને સ્પષ્ટ સૂચના આપી છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોઈપણ પ્રકારની જીતની ઉજવણી ન કરવી. ચૂંટણી પંચે રાજ્ય સરકારને મતદાન પછીની હિંસાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા પણ કહ્યું છે. મમતા બનેર્જીએ ભવાનીપુર બેઠક પરથી 58 હજાર કરતા વધુ મતથી ભાજપના પ્રિયંકા તિબ્રેવાલને પરાજીત કર્યા છે.

ચૂંટણી પંચ દ્વારા બંગાળ સરકારને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણી માટે મતગણતરી દરમિયાન અથવા પરિણામ જાહેર થયા બાદ કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળના મુખ્ય પ્રધાન પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની જીત લગભગ નિશ્ચિત છે, ત્યારબાદ ટીએમસી કાર્યકરો ઘણી જગ્યાએ ઉજવણી કરતા જોવા મળ્યા છે. ભાજપે આ બેઠક પરથી મમતા સામે પ્રિયંકા તિબ્રેવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેવી વિધાનસભાની ત્રણ બેઠકની પેટાચૂંટણીની આજે હાથ ધરાયેલ મતગણતરીમાં છેલ્લા અહેવાલ અનુસાર, મમતા બેનર્જીએ 58 હજારથી વધુ મતે જીત મેળવી છે. અને બાકીની બેઠકો પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારો તેમની નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

બંગાળની હાઇપ્રોફાઇલ ભવાનીપુર સીટ પર યોજાયેલી પેટાચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરીમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપની પ્રિયંકા તિબ્રેવાલને 58 હજારથી વધુ મતે હરાવી દીધા છે.

11 મા રાઉન્ડની મતગણતરી બાદ મમતા બેનર્જીની સરસાઈ વધીને 52 હજાર થઈ ગઈ હતી. આ દરમિયાન મમતા બેનર્જીને અભિનંદન આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. મતોની ગણતરીના વલણો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મમતા બેનર્જીને જીત માટેના અભિનંદન પાઠવ્યા છે.

તેમણે કહ્યું કે આ મમતા દીદીની જીત છે, તે સત્યમેવ જયતેની વિધિ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ત્રણ બેઠકો માટે 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ભવાનીપુર પેટાચૂંટણીના વલણમાં મમતા બેનર્જીને જબરદસ્ત લીડ મળી છે. જેને લઈને ટીએમસી કાર્યકરો ઉજવણીમાં ડૂબી ગયા છે.


આ પણ વાંચો-NCB Drug Raids : NCB Drug Raids : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન, બોલિવૂડ ડેબ્યૂ પહેલા આ વિવાદોનો પણ ભાગ રહી ચૂક્યો છે

આ પણ વાંચોઃ Neeraj chopraએ માલદીવના સમુદ્રમાં સ્વેગ બતાવ્યું, પાણીની અંદર ભાલા ફેંકવાનો પ્રયાસ કર્યો, જુઓ Video

Published On - 2:37 pm, Sun, 3 October 21

Next Article