ભાજપ કરે છે રમખાણોની રાજનીતિ? આ અણિયાળા સવાલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો કંઇક આવો જવાબ

|

Jun 25, 2022 | 2:30 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કહ્યું કે, રમખાણો શરૂ થયા બાદ સરકારે પરિસ્થિતિને થાળે પાડવામાં સહેજ પણ મોડું કર્યું નથી અને આ બાબતની પ્રશંસા પણ અદાલતે કરી હતી.

ભાજપ કરે છે રમખાણોની રાજનીતિ? આ અણિયાળા સવાલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો કંઇક આવો  જવાબ

Follow us on

સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચૂકાદા બાદ  અમિત શાહે (Central Home Minister Amit Shah) સમાચાર એજન્સી એએનઆઈને આપેલી  મુલાકાતમાં તેમને એક ખાસ પ્રશ્ન  કરવામાં આવ્યો હતો કે ભાજપ સત્તામાં રહેવા માટે કોમી રમખાણો કરાવે છે અને વોટ બેંક જાળવી રાખવા તોફાનો ભડકાવે છે  આ અંગેનો સ્પષ્ટ જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે  ગોધરા કાંડ (Godhra Riots) બાદ તોફાનો શરૂ થયા અને ગુજરાત બંધની ઘોષણા થઈ તો અમે વિના વિલંબે સેનાને બોલાવી લીધી હતી અને સરકારે ત્વરતિ અને સચોટ પગલાં લીધાં  હતા. સરકારે પરિસ્થિતિને થાળે પાડવમાં  એક દિવસ પણ મોડું કર્યું નથી અને આ બાબતની પ્રશંસા પણ અદાલતે કરી હતી. પરિસ્થિતિને થાળે પાડવામાં થયેલા ગોળીબારમાં 900 લોકોનાં મોત થયાં હતા.

ભાજપ શાસિત રાજ્યો અને રમખાણોનું ગણિત માંડી જુઓ:અમિત શાહ

અમિત શાહને પ્રશ્ન કરવામાં આવ્યો કે  ભાજપ રમખાણોને હવા આપે છે જેથી તેને રાજકીય  ફાયદો થાય ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યો અને  રમખાણોની  એક ગણિત  કે સરેરાશ માંડી જુઓ, આપોઆપ તાળો મળી જશે.  જ્યાં જ્યાં હાલમાં અમારી સરકાર છે તે રાજ્યોમાં ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ,  બસપા,  કે કમ્યુનિસ્ટ પાર્ટીની  સરકાર હતી. તત્કાલિન સરકારે  રમખાણો પર કાબૂ મેળવવા લાઠીચાર્જ, ફાયરિગ જેવી તમામ બાબતો અમલમાં મૂકી હતી  અને 900 લોકોના તો ગોળીબારમાં મોત થયા.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ  કે.પી.એસ ગિલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે  જેમને પંજાબમાં આતંકવાદ નાથવાનું શ્રેય આપવામાં આવે છે તેવા ગિલ સાહેબ પણ રમખાણો સમયે મોદી સરકારની મદદમાં આવ્યા હતા.  મે તેમની સાથે ડિનર પણ લીધું હતું.  તેમણે પોતે મને કહ્યું કે  મેં મારા આખા જીવનમાં આવી ત્વરિત અને તટસ્થ કામગીરી નથી જોઈ. જોકે  લોકોએ ગિલ સાહેબ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે  પ્રધાનમંત્રી મોદીએ બધી જ વસ્તુઓ કરી હતી, મેં તેમને ખૂબ નજીકથી જોયા છે.  આ બાબતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે એક પોલીસ સ્ટેશનમાં  જો 100-150  પોલીસ વાળા હોય છે, આપણે  વધારે  માણસો જોઈએ તો તે  400નો થાય, જો 2 લાખ લોકોનું ટોળું હોય તો  સ્વાભાવિક રીતે જ રાજ્યમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લાવતા સમય લાગે છે. ગુજરાતના રમખાણોને કાબૂમાં લાવવા લાઠીચાર્જથી માંડીને  ફાયરિંગ સહિતની દરેક કામગીરી થઈ હતી અને  900 લોકોનું ગોળીબારમાં મોત થયું હતુ.

તેમણે એમ પણ કહ્યું કે રમખાણો જેવી પરિસ્થિતિને થાળે પાડતા સમય લાગે છે  જોકે  ગુજરાતમાં રમખાણોને કાબૂમાં લાવવા બધા જ પ્રયાસો થયા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા. અદાલતે પણ એમ કહ્યું હતું કે  રાજ્ય સરકારે પરિસ્થિતિને  નિયંત્રણમાં તો લીધી હતી.

 

 

 

Next Article