AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઇટેન્શન વાયરને અડ્યુ DJ, 15 સેકન્ડ સુધી ચોંટેલા જ રહ્યા લોકો, 9 લોકોના દર્દનાક મોત

મોતની એક દર્દનાક ઘટના સામે આવી છે. ટ્રોલીમાં ડીજે હાઇ ટેન્શન વાયરની અસરમાં આવી ગયો હતો. જેના કારણે વીજ શોક લાગવાથી ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા. વીજ શોક લાગવાથી બે કંવરીયાઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.આ ઘટના બનતા જ સ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.

હાઇટેન્શન વાયરને અડ્યુ DJ, 15 સેકન્ડ સુધી ચોંટેલા જ રહ્યા લોકો, 9 લોકોના દર્દનાક મોત
| Updated on: Aug 05, 2024 | 8:39 AM
Share

મોતની એક દર્દનાક ઘટના સામે આવી છે. ટ્રોલીમાં ડીજે હાઇ ટેન્શન વાયરની અસરમાં આવી ગયો હતો. જેના કારણે વીજ શોક લાગવાથી ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા. વીજ શોક લાગવાથી બે કંવરીયાઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.આ ઘટના બનતા જ સ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.

રવિવારે મોડી રાત્રે આ ઘટના બિહારના હાજીપુરમાં જનદહા રોડ ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા ચુહરમલ વિસ્તારમાં બની હતી. વીજ શોક લાગવાથી બે કાવડિયા ખરાબ રીતે દાઝી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ આ સમગ્ર અકસ્માત કેવી રીતે બન્યો હતો, તે જણાવ્યુ હતુ.

શિવમ નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતુ કે તે તેના મિત્રો સાથે ડીજે ટ્રોલીમાં સુલતાનપુરથી પહેલજા ઘાટ જઈ રહ્યો હતો. સોમવારે સવારે પહેલજા ઘાટ પરથી જળ લઈને બાબા હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવાનો હતો. ડીજેના તાલે તમામ કાવડિયાઓ નાચતા-ગાતા હતા. ત્યારે અચાનક બાબા ચૌહરમલ જગ્યા પાસે ટ્રોલી અને તેમાં રહેલુ ડીજે હાઈ ટેન્શન વાયરને અડી ગયા હતા. ત્યારે ટ્રોલી પર ઘણા કાવડિયાઓ હાજર હતા. કરંટ ચાલુ થતા જ કાવડિયાઓા તેમાં સપડાઈ ગયા હતા. જે પછી અફરા તફરી થઇ ગઇ હતી.

15 સેકન્ડમાં જ બની ગઇ ઘટના

પ્રત્યક્ષદર્શીએ કહ્યું- અમે જોયું કે 9 કાવડિયા બળીને ખાખ થઈ ગયા હતા. બાકીના બે કાવડિયા ખરાબ રીતે દાઝી ગયા હતા. તેનામાં હજી જીવ બાકી હતો. લોકો ઘાયલોને મદદ કરવા દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત માત્ર 15 સેકન્ડમાં જ થયો હતો. કોઈને સાજા થવાની તક પણ મળી ન હતી.

વીજ કરંટથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ટ્રોલીમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સદર એસડીપીઓ ઓમપ્રકાશ સહિત અનેક પોલીસ અધિકારીઓ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને ટ્રોલીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

તમામ મૃતકો સુલતાનપુર અને હાજીપુરના વતની

ઘટનાની જાણકારી મળતા જ વૈશાલીના ડીએમ યશપાલ મીણા સદર હોસ્પિટલ હાજીપુર પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી. તમામ મૃતકો સુલતાનપુર અને હાજીપુરના બરાઈ ટોલા જાધુઆના રહેવાસી હતા. મૃતકોમાં 18 વર્ષીય રવિ કુમાર, 29 વર્ષીય નવીન કુમાર, 24 વર્ષીય રાજા કુમાર, અમોદ પાસવાન, 14 વર્ષીય ચંદન કુમાર, 18 વર્ષીય આશિષ કુમાર, 18 વર્ષનો સમાવેશ થાય છે. વૃદ્ધ સુમન કુમાર ઉર્ફે કલ્લુ, 18 વર્ષીય આશિક કુમાર અને 26 વર્ષીય નૌમી કુમાર. ઘાયલોમાં 18 વર્ષીય સાજન કુમાર અને 17 વર્ષીય રાજીવ કુમાર છે. તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકોના પરિવારજનોને વળતર

એસડીઓ રામ બાબુ બેઠાએ વીજળી વિભાગ વતી તમામ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. તેમણે આ ઘટના અંગે શોક પણ વ્યક્ત કર્યો હતો. કહ્યું- આ દુઃખની ઘડીમાં અમે પીડિત પરિવારોની સાથે છીએ. ઘાયલોને સારી સારવાર આપવામાં આવશે.

ચિરાગ પાસવાને શોક વ્યક્ત કર્યો હતો

આ સાથે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. કહ્યું કે આ દુ:ખદ ઘટનામાં પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવશે. અમે અનુભવી શકીએ છીએ કે આ સમયે પીડિતોના પરિવારો કેવી લાગણી અનુભવતા હશે. ભગવાન તમામ દિવંગત આત્માઓને શાંતિ આપે.

g clip-path="url(#clip0_868_265)">