આકાશમાંથી વરસી આફતઃ યુપીમાં વીજળી પડવાથી 14 લોકોના મોત, CM યોગીએ 4-4 લાખના વળતરની જાહેરાત કરી

|

Jul 21, 2022 | 9:50 AM

બાંદામાં વીજળી (Thunder Stroke)પડવાથી 4 લોકોના મોત થયા છે. તો ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

આકાશમાંથી વરસી આફતઃ યુપીમાં વીજળી પડવાથી 14 લોકોના મોત, CM યોગીએ 4-4 લાખના વળતરની જાહેરાત કરી
UPમાં વીજળી પડવાથી 14ના મોત

Follow us on

ચોમાસાની આ સિઝનમાં જ્યાં એક તરફ વરસાદે કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવી છે તો કેટલાક રાજ્યોમાં વરસાદ (Rain)આફત બનીને આવ્યો છે. ક્યાંક પૂર આવ્યું છે તો ક્યાંક વીજળી (Thunder Stroke)પડવાથી લોકોના મોત થઈ રહ્યા છે. તાજો મામલો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)નો છે. અહીં અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો દાઝી ગયા છે. આ ઘટનાઓ બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે.

બાંદામાં સૌથી વધુ ચાર લોકોના મોત

રાજ્યની રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી સૌથી વધુ ચાર લોકોના મોત બાંદામાં થયા છે. આ સિવાય ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર વિવિધ જિલ્લાાં વીજળી પડવાથી 16 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને આપ્યા નિર્દેશ

રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીજળી પડવાથી થયેલા મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતા સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કુદરતી આપત્તિથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. આદિત્યનાથે વીજળી પડવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.


ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના સુધી ચોમાસાની ઉદાસીનતા બાદ બુધવારથી સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેનાથી લોકોને ભારે ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

Published On - 9:50 am, Thu, 21 July 22

Next Article