ડિજિટલ ટોપ-5: ઓવૈસીએ CM યોગીને પડકાર્યા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભડકો, જાણો આજ સવારના મહત્વના સમાચાર

|

Jul 04, 2021 | 11:29 AM

શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઇસર તારાપુર ઐદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો. પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધારો થયો છે.

ડિજિટલ ટોપ-5: ઓવૈસીએ CM યોગીને પડકાર્યા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભડકો, જાણો આજ સવારના મહત્વના સમાચાર
ઓવૈસીએ CM યોગીને પડકાર્યા

Follow us on

શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઇસર તારાપુર ઐદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો. ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે જ વિધાનસભાની ચૂંટણી માટેનો માહોલ જામવા લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ફરી વધારો થયો છે. રવિવારની સવારનો મોટો સમાચાર વાંચો.

 

1. યુપી જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં કમળ ખીલ્યું

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ માનવામાં આવતી પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયત (District Panchayat )પ્રમુખની ચૂંટણીને લઈને પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. યુપીની 75 માંથી 67 બેઠકો ભાજપે કબજે કરી છે.

 

2. પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો બ્લાસ્ટ

શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયરની ગાડીઓ દોડી આવી હતી. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુંગા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ક્યા કારણે વિસ્ફોટ થયો તે જાણવા મળ્યું નથી

 

3. ઓવૈસીએ CM યોગીને ફેંક્યો પડકાર

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવામાં હવે થોડા મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ હવેથી દેખાવા લાગ્યો છે. એઆઈએમઆઈએમના (AIMIM ) વડા અસદુદ્દીન ઓવૈસીએ ( Asaduddin Owaisi ) કહ્યું કે, તેઓ યોગી આદિત્યનાથને કોઈપણ સંજોગોમાં 2022માં મુખ્યમંત્રી બનવા દેશે નહીં.

 

4. ACBએ IPS જી.પી.સિંઘના ઘરે પાડ્યા દરોડા

છત્તીસગઢમાં છેલ્લા 3 દિવસથી એડીજી જી.પી.સિંઘને ત્યાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની કાર્યવાહી ચાલી રહી છે. જી.પી.સિંઘ અને તેના નજીકના લોકો પાસેથી અત્યાર સુધીમાં લગભગ 10 કરોડની સંપત્તિનો ખુલાસો કરવામાં આવ્યો છે.

 

5. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી ભડકો

જુલાઈ મહિનામાં પ્રથમવાર આજે ઇંધણના ભાવમાં વધારો થયો છે. આજે (4 જુલાઇ, 2021) પેટ્રોલ-ડીઝલના (Petrol – diesel)  ભાવમાં વધારો થયો છે. પાટનગર દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર પહોંચ્યો છે.

 

આ પણ વાંચો: COVID 19: રથયાત્રાના એક દિવસ પહેલા શહેરમાં લાગુ થશે કર્ફ્યુ, શ્રદ્ધાળુઓ સતત બીજા વર્ષે પણ નહિ કરી શકે ભગવાન જગન્નાથના દર્શન

 

આ પણ વાંચો: Kutch Earthquake : કચ્છના દુધઈ પંથકમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિમી દુર નોંધાયું

Next Article