
Dhruv Rathee News: યુટ્યુબર ધ્રુવ રાઠીની કાનૂની મુશ્કેલીઓ ફરી વધી છે. લગભગ આઠ વર્ષ જૂના ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant – NBW) જારી કર્યું છે. કોર્ટમાં વારંવાર હાજર ન રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય બાદ ધ્રુવ રાઠી સામે ચાલી રહેલા કેસે ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે.
ધ્રુવ રાઠી સતત કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા તેથી સાકેત કોર્ટે તેમની સામે કડક કાર્યવાહી કરી છે. આ પહેલા 17 ઓક્ટોબરના રોજ કોર્ટે આ જ કેસમાં ધ્રુવ રાઠી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જોકે, આ વોરંટનો કોઈ કારણોસર અમલ થઈ શક્યો નહી. ત્યારબાદ કોર્ટે વધુ કડક પગલું ભરતાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ડિસેમ્બર મહિનામાં મુકરર કરાઈ છે.
સાકેત કોર્ટે આ કેસની આગામી સુનાવણી ડિસેમ્બર મહિનામાં રાખી છે. હવે બિનજામીનપાત્ર વોરંટ જારી થયા બાદ તેનો અમલ કેવી રીતે થાય છે અને આગામી સુનાવણીમાં કોર્ટ શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. હાલમાં આ મામલે આગળની કાનૂની કાર્યવાહી પર સૌની નજર છે. આગામી સુનાવણી દરમિયાન ધ્રુવ રાઠી કોર્ટમાં હાજર રહે છે કે નહીં અને કેસમાં આગળ શું નિર્ણય આવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન, CMનો મોટો નિર્ણય,જુઓ Video