ક્રિકેટ સંન્યાસ પછી ધોની ખોલશે કડકનાથ મરધીનુ પોલટ્રીફાર્મ, બે હજાર બચ્ચાનો આપ્યો ઓર્ડર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ, મહેન્દ્રસિંહ ધોની હવે ઝાબુંઆમાં કડકનાથ મરઘીઓનુ પોલટ્રીફાર્મ શરુ કરશે. ધોનીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદીવાસી ખેડૂતને કડકનાથ મરઘીઓના 2 હજાર બચ્ચા માટેનો ઓર્ડર આપી પણ દીધો છે. કેપ્ટન કુલ નજીકના જ ભવિષ્યમાં રાચી ખાતે ઝાબુઆના કડકનાથ મરઘી કે તેના ઈંડા વેચશે. ક્રિકેટમાંથી નિવૃતિ બાદ ધોનીએ જૈવિક ખેતીની સાથે સાથે કડકનાક મરઘીનું પોલટ્રીફાર્મ […]

ક્રિકેટ સંન્યાસ પછી ધોની ખોલશે કડકનાથ મરધીનુ પોલટ્રીફાર્મ, બે હજાર બચ્ચાનો આપ્યો ઓર્ડર
Follow Us:
| Updated on: Nov 13, 2020 | 10:11 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ, મહેન્દ્રસિંહ ધોની હવે ઝાબુંઆમાં કડકનાથ મરઘીઓનુ પોલટ્રીફાર્મ શરુ કરશે. ધોનીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદીવાસી ખેડૂતને કડકનાથ મરઘીઓના 2 હજાર બચ્ચા માટેનો ઓર્ડર આપી પણ દીધો છે.

કેપ્ટન કુલ નજીકના જ ભવિષ્યમાં રાચી ખાતે ઝાબુઆના કડકનાથ મરઘી કે તેના ઈંડા વેચશે. ક્રિકેટમાંથી નિવૃતિ બાદ ધોનીએ જૈવિક ખેતીની સાથે સાથે કડકનાક મરઘીનું પોલટ્રીફાર્મ પણ શરુ કરવાનું નક્કી કર્યુ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ઝાબુઆના કડકનાથ મરઘી સંશોધન કેન્દ્રના નિયામકનું કહેવુ છે કે, ધોનીએ તેના મિત્ર દ્વારા અમારો સંપર્ક કર્યો હતો. પરંતુ તે સમયે અમારા સંશોધન કેન્દ્રમાં કડકનાથ મરધીના બચ્ચાઓ નહોતા. તેથી કડકનાથ મરઘીની પોલટ્રી ફાર્મ ધરાવતા ઝાબુઆના થાંદલાના આદિવાસી ખેડૂતનો સંપર્ક કરવા કહ્યું.

શુ છે કડકનાથ મરધીની ખાસિયત કડકનાથ મરધી કાળુ માસ અને ગરમ તાસીર ધરાવતા ભારતના એકમાત્ર કુકડા-મરધીની જાત છે. ખાસ કરીને આદીવાસીઓ આ પ્રકારના કુકડાઓ અને મરધી ઉછેરે છે. સ્વાદથી લઈને તેના ભાવ કડક હોવાથી કડકનાથ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય મરધીની સરખામણીએ કડકનાથ મરધી ચારથી પાંચ મહિનામાં મોટી થાય છે. બજારમાં કડકનાખ મરધીની વેચાણ કિંમત 1500થી 1800 બોલાય છે. માસાહાર કરનારાઓમાં કડકનાથ મરધીનો સ્વાદ બહુ સારો હોવાથી તેની માંગ વધુ રહે છે. કડકનાથ મરધીની ખાસિયત એ છે કે, તેનુ માસ અને લોહી કાળા રંગનું હોય છે. જે ફેટ અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. ભારત સરકારે પણ જીઆઈ ટેગ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">