સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા

ઓડિશાના સંબલપુરમાં જાહેર સભા પહેલા કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કુંચિંડામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ભારે મેદની ઉમટી પડી હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થક, કાર્યકરોનો ધર્મેન્દ્ર પ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો.

સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા
Dharmendra Pradhan
| Edited By: | Updated on: Apr 10, 2024 | 5:03 PM

ઓડિશાના સંબલપુર સંસદીય ક્ષેત્રથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સંબલપુર સંસદીય ક્ષેત્રમાં આવતા કુચિંડામાં ધર્મેન્દ્ર પ્રધાનનો આજે મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા હતા. રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી, ભાજપ અને ધર્મેન્દ્ર પ્રધાન તરફી સતત નારાઓ લગાવવામાં આવ્યા હતા.

ઓડિશાના સંબલપુર સંસદિય ક્ષેત્રના કુચિંડામાં રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાનના કાફલા સાથે ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો રોડ શોના માર્ગ પર ઉપસ્થિત કાર્યકરો અને સ્થાનિક રહીશોએ ફિર એક બાર મોદી સરકારના જોરજોરથી નારા લગાવ્યા હતા.

નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓ ઉમટી

ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં તમામ ઉંમરના લોકો જોવા મળ્યા હતા. તેમના રોડ શો દરમિયાન નોંધપાત્ર સંખ્યામાં સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ધર્મેન્દ્ર પ્રધાન આ દરમિયાન ઘણા લોકોને રૂબરુ મળ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાને સમર્થન અને પ્રેમ આપવા બદલ સૌનો આભાર માન્યો હતો.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, વિકસિત ભારત, વિકસિત ઓડિશા અમારું સૂત્ર છે. તેમણે કહ્યું કે, આ વિકાસ એ વાતનો પુરાવો છે કે સામાન્ય લોકોમાં ભાજપ માટે ભારે સમર્થન અને ઉત્સાહ છે.

ચેટિચંદ ઉત્સવ-પ્રધાનમાં ભાગ લેવો એ ગર્વની વાત

તેમણે સંબલપુરમાં જાહેર સભા દરમિયાન સિંધી સમુદાયની ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું: ચેટિચંદ ઉત્સવમાં ભાગ લેવો મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. હું મારા મિત્રોનો, તેમના પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છું. મારી ઈચ્છા છે કે સંબલપુરના મારા સિંધી ભાઈ-બહેનો મોદી સરકાર દ્વારા વિકસિત સંબલપુર અને વિકસિત ઓડિશાના વિઝનને સમર્થન અને સાથ આપતા રહે.