ધારાસભ્યોને બચાવવાનો વારો હવે ભાજપનો, રાજસ્થાનથી ભાજપનાં ધારાસભ્યો સોમનાથ પહોચ્યા,ગેહલોત સરકાર દબાણ કરતી હોવાનો આક્ષેપ

|

Sep 21, 2020 | 10:59 AM

રાજસ્થાન ભાજપના ધારાસભ્યોનો ગુજરાતમાં લાવવાનો સીલસીલો ચાલુ થયો છે. પોરબંદર એરપોર્ટ પરથી ધારાસભ્યો સોમનાથ જવા રવાના થયા છે તો રાજસ્થાનના 6 જેટલા ભાજપના ધારાસભ્ય કાર મારફતે સોમનાથ જવા રવાના થયા હોવાની માહિતિ સાંપડી રહી છે. ધારાસભ્ય ગેહલોત સરકાર દબાણ કરતા હોવાના આક્ષેપ વચ્ચે આગામી 14 ઓગસ્ટ સુધી સોમનાથ રહેશે તમામ ધારાસભ્યો. ભાજપના 6 ધારાસભ્યોને ચાર્ટર […]

ધારાસભ્યોને બચાવવાનો વારો હવે ભાજપનો, રાજસ્થાનથી ભાજપનાં ધારાસભ્યો સોમનાથ પહોચ્યા,ગેહલોત સરકાર દબાણ કરતી હોવાનો આક્ષેપ
http://tv9gujarati.in/dharasabhyo-ne-b…-somnath-pohchya/

Follow us on

રાજસ્થાન ભાજપના ધારાસભ્યોનો ગુજરાતમાં લાવવાનો સીલસીલો ચાલુ થયો છે. પોરબંદર એરપોર્ટ પરથી ધારાસભ્યો સોમનાથ જવા રવાના થયા છે તો રાજસ્થાનના 6 જેટલા ભાજપના ધારાસભ્ય કાર મારફતે સોમનાથ જવા રવાના થયા હોવાની માહિતિ સાંપડી રહી છે. ધારાસભ્ય ગેહલોત સરકાર દબાણ કરતા હોવાના આક્ષેપ વચ્ચે આગામી 14 ઓગસ્ટ સુધી સોમનાથ રહેશે તમામ ધારાસભ્યો. ભાજપના 6 ધારાસભ્યોને ચાર્ટર વિમાનથી પોરબંદર લવાઈ રહ્યા છે. આ તમામ ઘારાસભ્યોને જયપુરની ખાનગી કંપનીના વિમાન સારથી એરવેઝના વિમાન VT-MPGથી ધારાસભ્યોને પોરબંદર લવાઈ રહ્યા છે. જમાવી દઈએ કે જયપુરના કેપ્ટન ગુલાબસિંબ તંવરનું આ વિમાન છે. વિમાન પહેલા અમદાવાદ આવી પહોંચશે અને કેટલાક ધારાસભ્યો પહેલાથી જ બાવળા પાસેના રિસોર્ટમાં હાજર છે. ભાજપે સોમનાથ સાગર દર્શનમાં 6 રૂમ બુક કરાવ્યા છે, 9 જેટલા રાજસ્થાન ભાજપના ધારાસભ્ય અહીં રોકાણ કરશે. સાગરદર્શન બાદ ધ ફર્ન હોટેલમાં પણ 3 રૂમ બુક કરાવવામાં આવ્યા છે. આ તમામની જવાબદારી રાજસ્થાન ભાજપનાં નેતા ગુલાબચંદ કટારીયાને સોંપવામાં આવી છે. 12 ઓગસ્ટ સુધી 15થી વધુ ધારાસભ્યો ગુજરાતમાં રોકાણ કરશે તેની વિગતો મળી રહી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :મુબઈમાં વરસતા વરસાદ વચ્ચે મહિલાની માનવતાને સલામ,ઘરનો સામાન તણાતો રહ્યો પણ,ગટરનાં ઢાંકણા પર 6 કલાક ઉભા રહી કર્યો વરસાદી પાણીનો નિકાલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

youtube subsciber

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:34 pm, Sat, 8 August 20

Next Article