Delta Plus Variant: દેશના આઠ રાજ્યોમાં ફેલાયો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, સરકારની ચિંતા વધી

|

Jun 24, 2021 | 4:08 PM

દેશના આઠ રાજ્યોમાં કોરોના વાયરસનો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ જોવા મળ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જેના લીધે સરકારની ચિંતામાં વધારો થયો છે.

Delta Plus Variant: દેશના આઠ રાજ્યોમાં ફેલાયો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, સરકારની ચિંતા વધી
દેશના આઠ રાજ્યોમાં ફેલાયો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ

Follow us on

Corona  વાયરસની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશના આઠ રાજ્યોમાં કોરોના વાયરસનો અત્યાર સુધીનો સૌથી ભયંકર પ્રકાર, ડેલ્ટા પ્લસ (Delta Plus)  પ્રસરી ચૂક્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જે આઠ રાજ્યોમાં તેના કેસ જોવા મળે છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં બે લોકોને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો છે. જેમાંથી 23 મેના રોજ એક મહિલાનું મોત નીપજ્યું છે.

કર્ણાટકમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશમાં Coronaની બીજી લહેર ધીરે ધીરે અંત તરફ આગળ વધી રહી છે. તેવા સમયે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશના ચોથા રાજ્યમાં હવે કોરોનાના ડેલ્ટા પ્લસ( Delta Plus) વાયરસનો કેસ સામે આવ્યો છે. જેમાં કર્ણાટકમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ( Delta Plus)વેરિયન્ટનો પ્રથમ કેસ મૈસુરુમાં સામે આવ્યો છે.

Corona ચેપગ્રસ્ત વ્યક્તિને આ રોગના કોઈ લક્ષણો નથી
જો કે Corona ચેપગ્રસ્ત વ્યક્તિને આ રોગના કોઈ લક્ષણો નથી અને જેની સાથે સંપર્ક થયો તેને ચેપ લાગ્યો નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન કે સુધાકરે બુધવારે આ માહિતી આપી હતી.સુધાકરે પત્રકારોને જણાવ્યું હતું કે મૈસુરુમાં, એક દર્દીને ‘ડેલ્ટા પ્લસ'( Delta Plus) વેરિયન્ટથી ચેપ લાગ્યો છે જેને આપણે આઇસોલેશનમાં રાખ્યો છે.

મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને એલર્ટ કરાયા

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરના તારણોને આધારે મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેમના કેટલાક જિલ્લાઓમાં Coronaના ડેલ્ટા પ્લસ ( Delta plus) વેરિયન્ટ વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવ જિલ્લાઓમાં જીનોમ સિક્વન્સીંગમાં ડેલ્ટા પ્લસ( Delta plus) વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. જ્યારે કેરળના પલક્કડ અને પઠાણમિથિત જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લાઓમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21 કેસ
મહારાષ્ટ્રમાં કોવિડ -19 નું અત્યંત ચેપી સ્વરૂપ ‘ડેલ્ટા પ્લસ’ ના 21 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે જણાવ્યું હતું કે રત્નાગીરીમાં આ પ્રકારના મહત્તમ નવ કેસ નોંધાયા છે, જલગાંવમાં સાત, મુંબઇમાં બે અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. તેમણે માહિતી આપી હતી કે રાજ્યના વિવિધ ભાગોમાંથી 7,500 નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓ 15 મે સુધી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનો જેનોમ સિક્વિન્સિંગ કરવામાં આવ્યું છે.

Next Article