VIDEO: દિલ્લીમાં CAAને લઈ ભારે હિંસા, હિંસામાં કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત, 56 લોકો ઈજાગ્રસ્ત

|

Feb 25, 2020 | 3:33 AM

દિલ્લીમાં CAAના વિરોધ અને સમર્થનમાં સોમવારે હિંસક પ્રદર્શન થયા હતા. જેમાં કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા હતા. જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં તેના મોત થયા હતાં. માથામાં પથ્થર વાગતા હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ બોલવામાં ધ્યાન રાખવું […]

VIDEO: દિલ્લીમાં CAAને લઈ ભારે હિંસા, હિંસામાં કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત, 56 લોકો ઈજાગ્રસ્ત

Follow us on

દિલ્લીમાં CAAના વિરોધ અને સમર્થનમાં સોમવારે હિંસક પ્રદર્શન થયા હતા. જેમાં કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા હતા. જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં તેના મોત થયા હતાં. માથામાં પથ્થર વાગતા હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ બોલવામાં ધ્યાન રાખવું પડશે, સંબંધોમાં ઉભો થઈ શકે છે ખટરાગ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તોફાની ટોળાએ ઘણી જગ્યાએ ગાડીઓને આગ ચાંપી હતી. ભજનપુરામાં પેટ્રોલ પંપને આગને હવાલે કરી દીધો હતો. જાફરાબાદમાં તોફાનીઓએ જાહેરમાં પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. તો ખજૂરી ખાસમાં પોલીસ પણ તોફાનીઓ પર પથ્થરમારો કરતી નજરે પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હિંસા દરમિયાન શહાદરાના DCP અમિત શર્મા તેમજ ACP અનુજ કુમાર સહિત 10 જવાન ઘાયલ થયા હતા. તેમજ પોલીસકર્મીઓ સહિત 56 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હિંસાને લઈ મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથે જ 5 મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવાયા છે. ત્યારે પોલીસે પણ લોકોને ઘરમાં રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનું રોકાણ ચાણક્યપુરી સ્થિત ITC મૌર્યા હોટલમાં કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં હિંસા ભડકી છે તે અહીંથી 20 કિલોમીટરના અંતરે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article