તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે અથડામણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, આ મામલે કોર્ટે ફરમાવી મનાઈ

|

Nov 08, 2019 | 9:06 AM

દિલ્હી પોલીસ અને વકીલોની વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હવે કોર્ટમાં છે. હિંસા પછી પોલીસ હેડક્વાર્ટરની બહાર ઘણા પોલીસકર્મીઓ ધરણા પર બેસી ગયા હતા. તેની વિરૂદ્ધ વકીલ રાકેશ કુમાર લાકરાએ PIL દાખલ કરી હતી. કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણીથી ઈન્કાર કરી દીધો છે. મામલાની આગામી સુનાવણી 12 ફેબ્રુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું […]

તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે અથડામણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, આ મામલે કોર્ટે ફરમાવી મનાઈ

Follow us on

દિલ્હી પોલીસ અને વકીલોની વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હવે કોર્ટમાં છે. હિંસા પછી પોલીસ હેડક્વાર્ટરની બહાર ઘણા પોલીસકર્મીઓ ધરણા પર બેસી ગયા હતા. તેની વિરૂદ્ધ વકીલ રાકેશ કુમાર લાકરાએ PIL દાખલ કરી હતી. કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણીથી ઈન્કાર કરી દીધો છે. મામલાની આગામી સુનાવણી 12 ફેબ્રુઆરી 2020 નક્કી કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઓન ડ્યુટી પોલીસકર્મીઓએ પોલીસ હેડક્વાર્ટરની બહાર કલાકો સુધી રસ્તાઓ જામ કરીને ધરણા પ્રદર્શન કર્યુ અને વકીલોની વિરૂદ્ધ નારાબાજી કરી, જે નિયમની વિરૂદ્ધ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ પોલીસકર્મીઓએ ભડકાઉ પોસ્ટ કરી, તેમ છતાં પોલીસ કમિશ્નરે તે પોલીસકર્મીઓની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરજીમાં કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ, દિલ્હી પોલીસ કમિશ્નર અમુલ્ય પટનાયક, અસલમ ખાન DCP નોર્થ વેસ્ટ, મેઘના યાદવ, મધુર વર્મા, સંજુક્તા પરાશરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે તમામ અધિકારીઓની વિરૂદ્ધ તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરજી પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ મામલાને વધારવાની જગ્યાએ તેનો વાતચીતથી ઉકેલ લાવવાની જરૂરિયાત છે. વકીલોને એક પછી એક અરજી કરવાની જરૂરિયાત નથી. કોર્ટે કહ્યું કે તમે બધા કોર્ટ ઓફિસર છો. આ મામલાનો ઉકેલ લાવવા માટે પોતાનો સહયોગ આપો. કોર્ટે આ કેસમાં દિલ્હી પોલીસને નોટિસ ફટકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article