દિલ્હીમાં 1200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા રયાયું હતું ષડ્યંત્ર

|

Sep 06, 2022 | 2:37 PM

ડ્રગ્સ જપ્ત કરવાની સાથે સાથે પોલીસે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પહેલા તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ઉત્તર પ્રદેશના લખનઉ અને ત્યાંથી દિલ્હી (Delhi) લાવવામાં આવ્યું હતું.

દિલ્હીમાં 1200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા રયાયું હતું ષડ્યંત્ર
Delhi Police

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) નાર્કો-ટેરર પર મોટું એક્શન લેવામાં આવ્યું છે . દિલ્હી પોલીસના (Delhi Police) સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. મોટી વાત એ છે કે આ ડ્રગ્સ વેચીને આવતી રકમનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં થવાનો હતો. પોલીસે ડ્રગ્સ જપ્ત કરવાની સાથે સાથે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પહેલા તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ઉત્તર પ્રદેશના લખનઉ અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ દિલ્હીથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને રાજસ્થાનમાં સપ્લાય થવાનું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 312.5 કિલો મેથમફેટામાઇન અને 10 કિલો સારી ગુણવત્તાના હેરોઇનનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઓપરેશનના ભાગરૂપે અમે 312 કિલો મેથમફેટામાઇન પકડ્યું છે. ધરપકડ કરાયેલા બે અફઘાન નાગરિકો પહેલેથી જ દેખરેખ હેઠળ હતા. અમે માહિતીના આધારે કાલિંદી પાસે એક કારમાંથી આ ડ્રગ્સ કબજે કર્યું છે. અધિકારીઓએ કહ્યું કે બંને આરોપીઓની પૂછપરછ બાદ નોઈડામાંથી પણ હેરોઈન મળી આવ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિલ્હી પોલીસે કહ્યું છે કે લખનઉમાંથી પણ રો મટિરીયલ બેગમાંથી મળી આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે મુસ્તફા કાબુલ અને બીજો આરોપી કંધારનો છે. આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે આવ્યું હતું અને દક્ષિણ ભારતના બંદરેથી લાવવામાં આવ્યું હતું. આ મૈથ નામના ડ્રગ્સનો નવો બેસ હવે અફઘાનિસ્તાન બની ગયો છે. આ દવાઓ પશ્ચિમી દેશોમાં પણ જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા દિલ્હી પોલીસે રોહિણી વિસ્તારમાં એક કારમાંથી ઉચ્ચ ગુણવત્તાનું 1.3 કિલોગ્રામ હેરોઈન પક્ડયું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું તેમાં મનીષ અને ટિંકુ હાજર હતા. થોડી જ વારમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એચજીએસ ધાલીવાલે કહ્યું કે આ વર્ષે 350 કિલો ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. તેને કહ્યું, નાર્કો ટેરર ​​જોઈને અમે પહેલાથી જ નજર રાખી રહ્યા હતા.

Published On - 2:15 pm, Tue, 6 September 22

Next Article