DELHI: જનતાએ લાલ કિલા પરની હિંસાના 1,700 વીડિયો-CCTV ફૂટેજ પોલીસને આપ્યા

|

Jan 30, 2021 | 11:08 PM

દિલ્હી (DELHI)માં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના નામે દિલ્હીમાં તોડફોડ કરી અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ ઉપરાંત ઉગ્ર બનેલા ખેડૂતોએ લાલ કિલા પર કબજો કરી હિંસા ફેલાવી હતી.

DELHI: જનતાએ લાલ કિલા પરની હિંસાના 1,700 વીડિયો-CCTV ફૂટેજ પોલીસને આપ્યા

Follow us on

દિલ્હી (DELHI)માં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના નામે દિલ્હીમાં તોડફોડ કરી અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ ઉપરાંત ઉગ્ર બનેલા ખેડૂતોએ લાલ કિલા પર કબજો કરી હિંસા ફેલાવી હતી. ટ્રેક્ટર રેલીના નામે થયેલી આ હિંસામાં 394 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. પ્રજાસત્તાક દિવસે ખેડૂતોએ કરેલી હિંસામાં દિલ્હી પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

 

જનતાએ આપ્યા 1,700 વિડીયો-CCTV ફૂટેજ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રજાસત્તાક દિવસની હિંસા બાદ દિલ્હી પોલીસે સ્થાનિક સમાચારપત્રોમાં હિંસા અંગેના પુરાવા આપવા જનતાને અપીલ કરી હતી. દિલ્હી પોલીસના જોઈન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) બી.કે.સિંઘે જાણકારી આપી કે દિલ્હી પોલીસને પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાના 1,700 જેટલા વીડિયો-CCTV ફૂટેજ જનતા તરફથી પ્રાપ્ત થયા છે. આ તમામ સામગ્રીઓનું વિશ્લેષણ કરીને દોષીઓની ઓળખ કરવા માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે.

 

કેવી રીતે થઈ રહી છે તપાસ?

દિલ્હી પોલીસના જોઈન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) બી.કે.સિંઘે કહ્યું કે લાલ કિલા અને ITO પર થયેલી હિંસા સાથે જોડાયેલા 9 કેસોની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાલી રહી છે. હિંસા દરમિયાન ફોનકોલના ડ્રમ્પ ડેટા અને ટ્રેક્ટરના રજીસ્ટ્રેશન નંબરનાં આધારે તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની એક ટીમને હિંસા સંબંધિત વીડિયો ક્લીપ અને CCTV ફૂટેજનું વિશ્લેષણ કરવા બોલાવવામાં આવી છે. તપાસકર્તાઓ ડ્રોન અને કેમેરા દ્વારા લેવામાં આવેલા ફોટોનું વિશ્લેષણ કરી રહ્યા છે સાથે જ લાલ કિલા પર થયેલી તોડફોડનું 3-D મેપિંગ કરવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: LOCAL BODY POLLS 2021: કોંગ્રેસ ઓફિસ બહાર પૂર્વ કાઉન્સીલર કમળા ચાવડાને ટિકિટ ના આપવા સ્થાનિકોની માંગ

Next Article