Narendra Modi Swearing in Ceremony : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણના પગલે પોલીસ છાવણીમાં ફેરવાયુ દિલ્હી, નો ફ્લાય ઝોન જાહેર,એન્ટી-ડ્રોન સિસ્ટમથી રખાશે નજર

|

Jun 09, 2024 | 11:22 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઇને દેશની રાજધાની દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગઈ છે. શપથ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન સહિત સમગ્ર દિલ્લીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જમીનથી લઇને આકાશ સુધી એમ દરેક જગ્યાએ જબરદસ્ત સુરક્ષા ગોઠવાઇ છે.

Narendra Modi Swearing in Ceremony :  નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણના પગલે પોલીસ છાવણીમાં ફેરવાયુ દિલ્હી, નો ફ્લાય ઝોન જાહેર,એન્ટી-ડ્રોન સિસ્ટમથી રખાશે નજર
PM MODI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઇને દેશની રાજધાની દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગઈ છે. શપથ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન સહિત સમગ્ર દિલ્લીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જમીનથી લઇને આકાશ સુધી એમ દરેક જગ્યાએ જબરદસ્ત સુરક્ષા ગોઠવાઇ છે.દિલ્લી પોલીસે 9 અને 10 જૂન માટે રાજધાનીમાં નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે.

શપથગ્રહણ સમારોહની સુરક્ષામાં SPG, રાષ્ટ્રપતિ સુરક્ષા ગાર્ડ, ITBP, દિલ્હી પોલીસ, ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, NSG બ્લેક કેટ કમાન્ડો અને NDRFની ટીમો હાજર રહેશે.આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રાષ્ટ્રપતિ ગૃહ સુરક્ષા, દિલ્હી પોલીસ, SPG, NSG, IB અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે.આ સાથે શપથ ગ્રહણ સમારોહને લઈને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

દિલ્હી પોલીસ કમિશનર (ટ્રાફિક)એ આ અંગે આદેશ જારી કર્યા છે. તેમનું કહેવું છે કે આજે શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને તેમણે વ્યાપક વ્યવસ્થા કરી છે. 1100 જેટલા ટ્રાફિક પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે.

સુરક્ષામાં AI ટેક્નોલોજીનો ઉપોગ કરાશે

રાજધાનીની અનેક ઉંચી ઈમારતોમાં એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી રહી છે. શપથ સમારોહ દરમિયાન NSG પાસે ઉપલબ્ધ એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. એનએસજીની મદદથી ડીઆરડીઓ પણ એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘુસણખોરી ચેતવણી સિસ્ટમ, તેમજ ચહેરાની ઓળખની AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી છે.

બીજી તરફ શપથ સમારોહમાં સામેલ થનારા વિદેશી મહેમાનો માટે પણ ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે.સૂત્રો મુજબ G-20 દરમિયાન અપનાવવામાં આવેલા સ્ટાન્ડર્ડ સુરક્ષા ધોરણોને શપથ ગ્રહણ દરમિયાન પણ અપનાવવામાં આવશે. વિદેશી મહેમાનો જે હોટલમાં રોકાયા છે. ત્યાંથી શપથ ગ્રહણ સમારોહના સ્થળ એટલે કે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચવા માટે કડક ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શપથ ગ્રહણ સમારોહ અને મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને ગ્લાઈડર, UAV, UAS, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, પેરાજમ્પિંગ પર પ્રતિબંધ રહેશે. 9 જૂને નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ડ્રોન અથવા કોઈપણ પ્રકારની નાની કે મોટી ફ્લાઈટ પર પ્રતિબંધ રહેશે.

Next Article