Delhi : નવી અનલૉક ગાઇડલાઇન જાહેર, ઓડ-ઈવનના આધારે ખુલશે મોલ અને બજારો

|

Jun 05, 2021 | 5:01 PM

Delhi : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Chief Minister Arvind Kejriwal) આજ રોજ નવો અનલૉક પ્લાન જાહેર કર્યો છે. રાજધાનીમાં સોમવારથી પણ લૉકડાઉન ચાલું જ રહેશે,

Delhi : નવી અનલૉક ગાઇડલાઇન જાહેર, ઓડ-ઈવનના આધારે ખુલશે મોલ અને બજારો
દિલ્હીમાં અનલૉક ગાઇડલાઇન જાહેર

Follow us on

Delhi Unlock : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Chief Minister Arvind Kejriwal) આજ રોજ નવો અનલૉક પ્લાન જાહેર કર્યો છે. રાજધાનીમાં સોમવારથી પણ લૉકડાઉન ચાલું જ રહેશે, પરંતુ અમુક છુટછાટ આપવામાં આવી રહી છે. કેજરીવાલે કહ્યું કે, બજારો અને મોલને ઓડ-ઈવન (odd-even)ના આધાર પર સવારે 10 કલાકથી 8 કલાક સુધી ખોલવામાં આવશે. તો દુકાનો 7 દિવસ સુધી ખુલશે. મોલની દુકાનો પર પણ ઓડ-ઈવન (odd-even) લાગુ રહેશે.

આ સાથે જ પ્રાઈવેટ ઓફિસ (Private office)50 ટકાની ક્ષમતાની સાથે ખોલવામાં આવી શકે છે.આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો દરરોજ ખુલશે. દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro )માં પણ 50 ટકાની ક્ષમતાની સાથે શરુ કરવામાં આવી રહી છે.સરકારી ઓફિસ (Government office)માં ગ્રુપ Aના અધિકારી 100 ટકા અને તેમની નીચેના 50 ટકા અધિકારીઓ જ કામ કરશે. જરુરી સેવાઓ સાથે સંકળાયેલા 100 ટકા કર્મચારી કામ કરી શકશે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં અંદાજે કોરોનાના 400 કેસ સામે આવ્યા છે. પોઝિટિવિટી રેટ (Positivity rate)પણ ઘટીને અંદાજે 0.5 ટકા થયો છે. પોઝિટિવિટી રેટ જોતા કહી શકાય કે, સ્થિતિ નિયંત્રણમાં છે. જેને લઈ દિલ્હી સરકારે બજારો ફરી ખોલવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાને કહ્યું કે, કોરોના (Corona) વિરુદ્ધ લડાઈ દિલ્હીએ મજબુુત રીતે લડી છે. હવે અર્થવ્યવસ્થા (Economy)ને ધીમે-ધીમે પાટા પર લાવવાનો સમય છે.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

કેજરીવાલે કહ્યું કે, અમે કોરોનાની ત્રીજી લહેરનો મુકાબલો કરવા માટે તૈયાર છીએ.બાળકોના સંક્રમિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી અમે પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ (Paediatric task force)ની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ બાળકોની સારવારની તૈયારીઓનું ધ્યાન રાખશે.તો કોરોના (Corona)ના નવા વેરિએન્ટને ઓળખવા માટે દિલ્હીમાં 2 જિનોમ સિક્વન્સિંગ લેબ પણ શરુ કરવામાં આવશે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓને લઈ કેજરીવાલે કહ્યું કે,વિશેષજ્ઞોની સાથે વાત કરવામાં આવી છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, દિલ્હીમાં ત્રીજી લહેરમાં 37,000 કેસને ધ્યાનમાં રાખીને તૈયારી શરુ કરવામાં આવશે.  તે મુજબ કોવિડ બેડ અને આઈસીયું બેડ (ICU bed) તૈયાર કરવામાં આવશે. 64 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાટ (Oxygen plant) લગાડવામાં આવશે. તે કામ શરુ થઈ ચૂક્યું છે.કોવિડની સારવારમાં મદદ થનારી દવાઓનો બફર સ્ટોક પણ બનાવવામાં આવશે.

મુખ્યપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસો પહેલા ઓક્સિજનની ખુબ તંગી સર્જાઇ હતી. જેને જોતા IGLને 150 ટનના ઓક્સિજન પ્લાન્ટ(Oxygen plant) શરુ કરવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં 420 મીટ્રિક ટન ઓક્સિજનનો સ્ટોરેજ કરવામાં આવશે. 25 ઓક્સીજન ટેન્કર પણ ખરીદવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે. જે વૉટ્સએપ પર દવાઓ વિશે જણાવશે કે, તે દવાઓ કોરોનાની સારવાર (corona Treatment) માટે યોગ્ય છે કે નહિ.

 

Published On - 4:58 pm, Sat, 5 June 21

Next Article