Noida: નોઈડામાં સ્પા સેન્ટરમાં લાગી ભીષણ આગ, મહિલા કર્મચારી સહિત બે લોકોના કરૂણ મોત

|

Feb 17, 2022 | 11:43 PM

સમાચાર મુજબ સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સેન્ટરમાં હાજર એક મહિલા કર્મચારી સહિત બે લોકોને તેની અસર થઈ હતી. આ અકસ્માતમાં બંનેના કરૂણ મોત નિપજ્યા હતા.

Noida: નોઈડામાં સ્પા સેન્ટરમાં લાગી ભીષણ આગ, મહિલા કર્મચારી સહિત બે લોકોના કરૂણ મોત
Fire - File Photo

Follow us on

દિલ્હીને (Delhi) અડીને આવેલા નોઈડામાં એક સ્પા સેન્ટરમાં આગની (Fire In Spa Centre) મોટી ઘટના સામે આવી છે. નોઈડાના સેક્ટર 24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. સમાચાર મુજબ સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સેન્ટરમાં હાજર એક મહિલા કર્મચારી સહિત બે લોકોને તેની અસર થઈ હતી. આ અકસ્માતમાં બંનેના કરૂણ મોત નિપજ્યા હતા. આગની આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. રાહતની વાત એ છે કે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્પા સેન્ટરમાં આગ લાગવાની આ ઘટના નોઈડા સેક્ટર 24 પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સાંજે લગભગ 5:30 વાગ્યે સ્પા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. સ્પા સેન્ટરમાં આગ લાગવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. સમાચાર અનુસાર, આ ઘટનામાં એક મહિલા કર્મચારી સહિત બે લોકોના દુઃખદ મોત થયા છે. પોલીસે બંનેના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આગના કારણે બે લોકોના મોત થયા હતા

સ્પામાં આગની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમે બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકોના નામ રાધા અને અરુણ આનંદ જણાવવામાં આવી રહ્યા છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. સમાચાર અનુસાર, આ સ્પા સેન્ટર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સ્પા સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

આગના સમાચાર પછી, ત્રણ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં બે લોકો દાઝી ગયા હતા. આગની જાણ થતાં જ પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ સ્પા સેન્ટરની અંદર પહોંચી ત્યાં સુધીમાં રાધા અને અરુણ આનંદ આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેને બચાવી શકાયા નથી.

આ પણ વાંચો : Schools Reopening: ટૂંક સમયમાં દેશભરમાં ખુલશે તમામ શાળાઓ, કેન્દ્ર સરકારે આ અંગે લીધો નિર્ણય

આ પણ વાંચો : Delhi: જૂની સીમાપુરીમાંથી મળેલી બેગમાંથી મળ્યું IED, શંકાસ્પદ બેગ મળે તે પહેલા જ ભાડૂતો ઘરમાંથી ભાગ્યા, તપાસમાં થશે ઘટસ્ફોટ

Next Article