દિલ્લીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતનું આંદોલન, કેન્દ્ર સરકાર MSP પરની માગ કેમ માનતી નથી ?

|

Dec 02, 2020 | 8:36 PM

દિલ્હીની બૉર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો હજુ યથાવત છે. ખેડૂતો સરકારના નવા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરે છે.’અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ’ની મુખ્ય માગોમાંથી એક છે. “સરકાર લઘુતમ સમર્થન મૂલ્ય MSPથી ઓછી કિંમત પરની ખરીદીને ગુનો જાહેર કરે. અને, MSP પર સરકારી ખરીદી લાગુ રહે.” જોકે, આ વાત સરકાર બિલમાં લખી દેવા માટે તૈયાર નથી. […]

દિલ્લીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતનું આંદોલન, કેન્દ્ર સરકાર MSP પરની માગ કેમ માનતી નથી ?

Follow us on

દિલ્હીની બૉર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો હજુ યથાવત છે. ખેડૂતો સરકારના નવા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરે છે.’અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ’ની મુખ્ય માગોમાંથી એક છે. “સરકાર લઘુતમ સમર્થન મૂલ્ય MSPથી ઓછી કિંમત પરની ખરીદીને ગુનો જાહેર કરે. અને, MSP પર સરકારી ખરીદી લાગુ રહે.” જોકે, આ વાત સરકાર બિલમાં લખી દેવા માટે તૈયાર નથી. સરકારની દલીલ છેકે અગાઉના કાયદાઓમાં પણ લેખિતમાં આ વાત ક્યાંય નહોતી. એટલે નવા બિલમાં તેને સામેલ કરવામાં આવી નથી.

હકીકતમાં MSP પર સરકારી ખરીદી ચાલુ રહે અને તેનાથી ઓછી કિંમતે ખરીદીને ગુનો જાહેર કરવું એટલું સરળ નથી. સરકાર માટે આવું કરવું મુશ્કેલ કેમ છે ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

MSP શું છે ?
ખેડૂતોનાં હિતો માટે દેશમાં MSPની વ્યવસ્થા લાગુ કરાઇ છે. જો ક્યારેક પાકની કિંમતો બજારમાં ઘટી જાય તો, કેન્દ્ર સરકાર નક્કી MSP પર ખેડૂતોના પાક ખરીદે. જેથી ખેડૂતોને નુકસાન ન થાય.
કોઈપણ પાકની MSP આખા દેશમાં એક જ છે. MSP હેઠળ હાલમાં 23 પાકની ખરીદી થાય છે. જેમાં ધાન્ય, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તલ અને કપાસ વગેરે સામેલ છે.
દેશમાં માત્ર છ ટકા ખેડૂતોને MSP મળે છે. જેમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે.

નવા કાયદા બાદ ખેડૂતોને શું ડર ?
1) પાકની ગુણવત્તાના માપદંડ કેવી રીતે નક્કી થશે ? માપદંડોમાં ખરો ન ઉતરે તે પાકનું શું ?
2) ભવિષ્યમાં સરકારી ખરીદી ઓછી થવાનો પણ ખેડૂતોને ડર
3) ખાનગી કંપનીઓ MSP પર પાક ખરીદવા તૈયાર નહીં થાય
4) પાકની કિંમતનો આધાર-સરકાર નક્કી કરવાથી બચવા માગે છે

વિવાદનો ઉકેલ શું છે ?

નિષ્ણાંતોનું માનવું છે કે MSPથી નીચે ખરીદીને ગુનો જાહેર કરવા પરનો વિવાદ ખતમ થતો દેખાતો નથી. ત્રણેય કાયદા પરત લેવા જ એકમાત્ર રસ્તો છે.
હાલમાં સરકાર કાયદો પરત લેવા માટે રાજી જણાતી નથી.
આ વિવાદમાં એક જ રસ્તો એ છે કે સરકાર ખેડૂતોને સીધી આર્થિક સહાય આપે.
બીજો ઉપાય એ છે કે ખેડૂતો અન્ય પાકો પણ ઉગાડે, જેની માર્કેટમાં સતત માગ છે.

વિસ્તારથી વિવાદને સમજવા જુઓ આ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:00 pm, Wed, 2 December 20

Next Article