દિલ્હી LGએ 20 કરોડની ગેરરીતિના કેસમાં જલ બોર્ડના અધિકારીઓ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપ્યા

|

Sep 24, 2022 | 2:51 PM

વર્ષ 2012-2019 વચ્ચે ઘણી નાણાકીય ગેરરીતિઓ(Financial malpractice) આચરવામાં આવી હતી. આ દરમિયાન કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. દિલ્હી જલ બોર્ડ (Delhi Water Board) બેંકના અધિકારીઓએ ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

દિલ્હી LGએ 20 કરોડની ગેરરીતિના કેસમાં જલ બોર્ડના અધિકારીઓ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપ્યા
Delhi Lieutenant Governor Vinay Kumar Saxena gave orders to register an FIR

Follow us on

લેફ્ટનન્ટ ગવર્નર (Delhi LG) વિનય કુમાર સક્સેનાએ દિલ્હી જલ બોર્ડના (Delhi Water Board) અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2012-2019 વચ્ચે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા 20 કરોડ રૂપિયાનું બિલ દિલ્હી જલ બોર્ડના ખાતામાં પહોંચ્યું નથી. આ ગેરરીતિના મામલામાં એલજીએ દિલ્હી જલ બોર્ડના અધિકારીઓ સામે એફઆઈઆર (FIR) નોંધવાનો આદેશ આપ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે 2012માં દિલ્હી જલ બોર્ડે કોર્પોરેશન બેંકને બિલ અને ગ્રાહકો પાસેથી વસૂલાતની જવાબદારી સોંપી હતી. કોર્પોરેશન બેન્કે આગળ આ કામ અન્ય ખાનગી કંપનીને સોંપ્યું હતું, જે કરારનો સીધો ભંગ હોવાનું કહેવાય છે.
સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘણા વર્ષોથી ગ્રાહકો પાસેથી પાણીના બિલની રકમ દિલ્હી જલ બોર્ડના બેંક ખાતામાં જવાને બદલે ખાનગી બેંકના ખાતામાં જતી રહી હતી.2017માં અને વર્ષ 2019માં આ કરાર થયો હતો. બેંક સાથે આગળ કરવામાં આવી હતી. વર્ષ 2019માં પણ આ હેરાફેરીની માહિતી મળી હતી, પરંતુ તેમ છતાં દિલ્હી જલ બોર્ડે બેંક સાથે કરાર ચાલુ રાખ્યો હતો.

2012-2019 વચ્ચે ઘણી નાણાકીય અનિયમિતતાઓ

લેફ્ટનન્ટ ગવર્નરના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2012-2019 વચ્ચે ઘણી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. જે 20 કરોડ રૂપિયા બેંક ખાતામાંથી દિલ્હી જલ બોર્ડના ખાતામાં ટ્રાન્સફર કરવાના હતા, તે પૈસા દિલ્હી જલ બોર્ડ સુધી પહોંચ્યા નથી. કોન્ટ્રાક્ટના નિયમો અનુસાર, ગ્રાહકો પાસેથી બિલની રકમ વસૂલતી બેંકે આ પૈસા 24 કલાકની અંદર દિલ્હી જલ બોર્ડના ખાતામાં જમા કરાવવાના હોય છે. પરંતુ દિલ્હી જલ બોર્ડ અને બેંક અધિકારીઓએ પણ આ નિયમનો ભંગ કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સમગ્ર મામલે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો

તેવી જ રીતે, ગ્રાહકો પાસેથી રોકડમાં મેળવેલ બિલની રકમ ફેડરલ બેંકના ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને થર્ડ પાર્ટી પ્રાઈવેટ કંપનીના ખાતામાં મોકલવામાં આવ્યો અને ત્યાંથી આ પૈસા દિલ્હી જલ બોર્ડને મોકલવામાં આવ્યા. લેફ્ટનન્ટ ગવર્નરે આ સમગ્ર મામલે મુખ્ય સચિવ પાસેથી 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે જેથી કરીને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકાય.

Published On - 2:51 pm, Sat, 24 September 22

Next Article